GSTV
Home » News » જિયો લોન્ચ કરશે નવો પ્રોજેક્ટ, વપરાશકર્તાને થશે અનેક ફાયદા

જિયો લોન્ચ કરશે નવો પ્રોજેક્ટ, વપરાશકર્તાને થશે અનેક ફાયદા

ટેલીકોમ સેક્ટરમાં આવ્યા બાદ રિલાયન્સ જિયોની સફળતાનો ગ્રાફ વધતો જાય છે. હવે વધતા ગ્રાફને જોઈ કંપની બીજા સેક્ટર્સમાં પણ એન્ટ્રી કરવાનો નિર્ણય કરી ચૂકી છે. જનરલ મીટિંગ દરમિયાન જિયોએ હોમ ટીવી અને બ્રોડબેન્ડ સેક્ટરમાં આવશે.

અંદાજો લગાવવામાં આવ્યો છે કે વર્ષના અંત સુધી જિયો તેના નવા પ્રોજેક્ટના માધ્યમથી હોમ ટીવી અને બ્રોડબેન્ડ સેક્ટરમાં એ રીતે ફેરફાર કરશે જેવી રીતે તેણે ટેલીકોમ સેક્ટરમાં કર્યા છે. રિપોર્ટસ મુજબ જાણવા મળ્યું છે કે 12 ઓગસ્ટના રોજ થનારી મીટિંગમાં ગીગાફાઈબરને ફોર્મલ રીતે લોન્ચ કરી શકે છે.

અત્યાર સુધી ગીગાફાઈબર ઉપલબ્ધ નથી. 12 ઓગસ્ટના દિવસે થનારી મીટિંગમાં જિયોના લોન્ચને લઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટસમાં સામે આવ્યું છે કે ગીગાફાઈબરને લોન્ચ કરવાની પૂરી તૈયારી છે. એટલું જ નહીં ગીગાફાઈબરની સાથે ગીગા ટીવી અને જિયો હોમ ટીવી પણ લોન્ચ કરી શકે છે.

જિયો ગીગા ટીવીનું સબ્સક્રિપ્શન ગીગાફાઈબર સાથે જ મળશે. તેની સાથે યુઝર્સને ફ્રી લેન્ડલાઈન કનેક્શન પણ મળશે. જિયો ગીગાફાઈબર ત્રણ પ્લાન સાથે લોન્ચ થઈ શકે છે. 600 રૂપિયાના પ્લાનમાં કંપની યુઝર્સને 50Mbpsની સ્પીડ સાથે 100GBડેટા આપશે.

કંપની 100 રૂપિયાનો પણ એક પ્લાન લોન્ચ કરશે જેમાં યુઝર્સને 100Mbps ની સ્પીડ મળશે. ગીગા ટીવીની વાત કરીએ તો યુઝર્સ 600 ચેનલ્સ પેક આપી શકે છે. લેન્ડલાઈન પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલ અને નેશનલ કોલિંગ ફીચર મળી શકે છે.

Read Also

Related posts

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari

સંજય દત્ત સ્ટારર પ્રસ્થાનમનો ફસ્ટ લૂક આઉટ, જેકી શ્રોફના લૂકે આપી સંજુબાબાને ટક્કર

Dharika Jansari

યાન માર્ટેલ : જે ભારત આવ્યો અને લાઈફ ઓફ પાય જેવી બુક લખીને ગયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!