GSTV

સાવધાન! Jio એ પોતાના ગ્રાહકોને આપી ચેતવણી, ભૂલથી પણ ન કરો આવી ભૂલ

Jio

Last Updated on February 21, 2021 by Mansi Patel

ઠગાઈ માટે આજે ઠગો નવા નવા કિમીયો અપનાવી રહ્યા છે. એવામાં જો કોઈ યુઝર આ અંગે નથી જાણતા તે શિકાર થઇ જાય છે. એવામાં ઠગીથી પોતાના ગ્રાહકોને બચાવવા માટે જિયોએ મેસેજ મોકલી ગ્રાહકનોને સાવધાન રહેવા કહ્યું છે. કંપનીએ પોતાના તમામ સબસ્ક્રાઇબર્સને મેસેજ મોકલ્યો છે અને જણાવ્યું કે કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિને પોતાની જાણકારી ન આપે. એવું કરવું ખતરનાખ સાબિત થઇ શકે છે અને તેઓ ઠગાઈનો શિકાર બની શકે છે.

Jioએ મોકલાવ્યો એલર્ટ મેસેજ

Jio

રિલાયન્સ જીઓએ પોતાના મેસેજમાં પોતાની પર્શનલ જાણકારી કોઈ સાથે શેર ન કરવા કહ્યું છે. કંપનીએ મેસેજમાં લખ્યું છે, ‘તમે KYCને અપડેટ કરવો અથવા ફ્રી મોબાઇલ ડેટા આપવા વાળા કોઈ પણ નંબર ઓર કોલ કરવા વાળા કોઈ પણ ફેક મેસજથી સાવધાન રહો. કોઈ પણ નંબર પર કોલ ન કરો તથા આ મેસેજની કોઈ પણ લિંક પર ક્લિક ન કરો. અજ્ઞાત અથવા સંદિગ્ધ નંબરથી કોલ કરવા વાળા લોકો સાથે પોતાની વ્યક્તિગત જાણકારી શેર ન કરી. સુરક્ષિત રહો. Team Jio’

થઇ શકે છે નુકસાન

તમને જણાવી દઈએ કે જો તમારા નંબર પર કોઈ ફ્રી ડેટા ઓફર વગેરે મેસેજ આવે તો ઉત્સાહમાં એના પર ક્લિક ન કરો. એવું કરવાથી તમારા માટે ખાતરનાખ હોઈ શકે છે. ઘણી વખત એવું થાય છે કે એક લિંકને ક્લિક કરવા પર તમારા ફોનમાં તમામ જાણકારી હેકર્સ પાસે પહોંચી જાય છે અને એવામાં તમારી પર્શનલ જાણકરીનો ખોટી ઉપયોગ થાય છે. એ ઉપરાંત જો કોઈ તમને કોલ કરે કે કોઈ ઓફર અંગે જણાવે છે તો એના પર વિશ્વાસ ન કરો અને જાણકારી શેર ન કરો. એવું કરવું નુકસાન કારક હોઈ શકે છે.

કોઈ પણ પરેશાની પર કસ્ટમર કેરમાં સંપર્ક કરો

જો તમને કોઈ સમસ્યા છે છે તો તમે કોઈ પણ પ્લાન જાણવા ઇચ્છો છો તો તાત્કાલિક કસ્ટમર કેરનો સંપર્ક કરી શકે છે. એ ઉપરાંત તમારી પાસે જીઓ રિટેલ સ્ટોર પર જઈ શકો છો . તમે જિયોની વેબસાઈટ પર પણ વિઝિટ કરી શકો છો.

આવા કોલ્સ અને મેસેજથી આ રીતે મેળવો છુટકારો

જો તમે તમારા ફોન પર આવતા ફેક મેસેજ અથવા કોલ્સથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો એના માટે જિયો કસ્ટમર કેર કોલ કરી ડુ નોટ ડિસ્ટર્બ સર્વિસને એક્ટિવેટ કરાવી શકો છો. એ ઉપરાંત My Jio એપ પર જઈ એને એક્ટિવેટ કરી શકો છો. એના માટે તમારે એપમાં લોગ ઈન કર્યા પછી લેફ્ટ કોર્નરઆમ આપેલ આઇકનને ટેપ કરો અને સેટિંગમાં જાઓ.. ત્યાર પછી DNA ઓપ્શન સિલેક્ટ કરી અને ફરી તમારી પાસે કંપની તરફથી મેસેજ આવશે. એના સાત દિવસની અંદર તમારા નંબર પર ડુ નોટ ડિસ્ટર્બ સર્વિસ એક્ટિવેટ થઇ જશે.

Read Also

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!