Reliance Jioએ પોતાના કસ્ટમર્સે નોન જિયો કોલિંગ પર પૈસા લેવાનો નિર્ણય કર્યો છે પરંતુ અત્યાર સુધી લોકોને એ કન્ફ્યૂઝન હતુ કે આ ક્યારથી લાગુ થશે. રિલાયંસ જિયોનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે ત્યાર બાદ હવે લોકોને આ મહત્તવપૂર્ણ સવાલનો જવાબ મળી ગયો છે.

રિલાયંસ જીયોએ કહ્યું કે જે કસ્ટમર્સે 9 ઓક્ટોબર પહેલા પોતાના નંબર પર રિચાર્જ કરાવ્યું હતુ તે નોનો જિયો યૂઝર્સને પણ ફ્રી કોલ કરી શકશે પરંતુ જેવો આ પ્લાન પુરો થશે કે તમારે નોન જિયો કોલિંગ માટે પૈસા આપવા પડશે.


Reliance Jioએ એક ટ્વીટ કર્યું છે તેમાં કંપનીએ કહ્યું છે કે જો તમે 9 ઓક્ટોબર પહેલા રિચાર્જ કરાવ્યું છે તો તમે ફ્રિ કોલ કરી સકશો જ્યાં તમારો પ્લાન એક્સપાયર ન થાય.

રિલાયંસ જિયોના સૌથી પોપ્યુલર પ્લાનની વેલિડિટી 84 દિવસની છે પરંતુ કેટલાંક પેક્સ એક વર્ષની વેલિડિટી વાળા છે તો શું એક વર્ષ સુધી નોન જિયો કસ્ટમર્સ પર કોલિંગના પૈસા નહીં આપવા પડે.

જો તમે 9 ઓકેટોબર અથવા તેની પહેલા 399 રૂપિયાના પ્લાનની સાથે પોતાનો જિયો નંબર રિચાર્જ કરાવ્યો છે તો 84 દિવસો સુધી તમે નોન જિયો નંબર પર ફ્રિ કોલ કરી સકશો.

જો કે અત્યારે પણ 1 વર્ષ વાળા વેલિડિટી પ્લાન વિશે ક્લેરિટી નથી કે આ યૂઝર્સ સાથે શું શશે

મહત્તવનું છે કે TRAIએ જ્યારે IUC એટલે કે Interconnect Usage Charge ને 2017મા 14પૈસાથી ઘટાડી 6 પૈસા કર્યા ત્યારે કહ્યું હતુ કે આ વર્ષના અંત સુધી તેને 0 કરી શકાશે.

જો તમારા જિયો પ્લાનની વેલિડિટી ત્રણ મહીનાની છે અને તમે 9 ઓક્ટોબર પહેલા રિચાર્જ કરાવ્યું છે તો શક્ય છે કે તમે ફ્રિ નોન જિયો કોલિંગ કરી શકો કારણ કે જો TRAI IUCને જીરો કરે છે તો જિયો સાથે નોન જિયો કોલિંગ પણ ફ્રી થઈ જશે.
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો