GSTV

Jio યુઝર્સને ફટકો, આ સૌથી પોપ્યુલર પ્લાનની વેલીડીટી સીધા 29 દિવસ ઘટી ગઇ!

રિલાયન્સ જિયોએ પોતાના પોપ્યુલર 1,299 રૂપિયાના વાર્ષિક પ્લાનની વેલિડિટીને 365 દિવસથી ઘટાડીને 336 દિવસ કરી દીધી છે. કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી પ્લાનની ડિટેલ્સ પરથી આ જાણકારી મળી છે. ગત અઠવાડિયે રિલાયન્સ જિયોએ 2,121 રૂપિયાનો નવો પ્લાન લૉન્ચ કર્યો હતો જેની વેલીડીટી પણ 336 દિવસ રાખવામાં આવી હતી. આ પ્લાનનું માર્કેટિંગ 1 વર્ષની વેલીડીટી વાળા પ્લાન તરીકે કરવામાં આવી રહ્યું છે. ટેલિકોમ કંપનીઓએ મંથલી પ્લાનને હંમેશા 28 દિવસની વેલીડીટી વાળો જણાવ્યો છે. આ જ રીતે હવે આ પ્લાન્સ પરથી જાણવા મળે છે કે જિયો માટે યરલી પ્લાનની વેલીડીટી 336 દિવસની છે. હાલ ભારતીય એરટેલ, વોડાફોન આઇડિયા અને બીએસએનએલ 365 દિવસની વેલીડીટી સાથે વાર્ષિક પ્લાન્સ આપી રહ્યાં છે. પરંતુ તે પણ રિલાયન્સ જિયોના રસ્તે જઇ શકે છે.

જિયોના બંને વાર્ષિક પ્લાનની વેલીડીટી ઘટી

એક અહેવાલ અનુસાર, ડિસેમ્બર 2019માં ટેરિફમાં બદલાવ બાદ રિલાયન્સ જિયોના બે વાર્ષિક પ્લાન હતાં- 2,199 (જેને 2020ની શરૂઆતથી 2,020 રૂપિયામાં ઑફર કરવામાં આવી રહ્યો હતો) અને 1,299 રૂપિયા. બંને પ્લાન્સની વેલીડીટી 365 દિવસની હતી. રિલાયન્સ જિયોએ 2,020 રૂપિયા અથવા 2,199 રૂપિયાના વાર્ષિક પ્લાનના બદલે ગત અઠવાડિયે 2,121 રૂપિયાનો નવો પ્લાન લૉન્ચ કર્યો. હવે કંપનીએ 1,299 રૂપિયાના પ્લાનની વેલીડીટી 336 દિવસ કરી દીધી છે. આ રીતે જિયોના બંને વાર્ષિક પ્લાન્સની વેલીડીટી 336 દિવસ થઇ ગઇ છે.

1,299 રૂપિયાના પ્લાનમાં બેનેફિટ્સ

1,299 રૂપિયાના પ્રીપેડ પ્લાનના બેનેફિટ્સની વાત કરીએ તો તેમાં કોઇ બદલાવ નથી થયો. આ પ્લાનમાં 24 જીબીનો 4જી ડેટા, અનલિમિટેડ જિયો ટુ જિયો વોઇસ કોલિંગ, 12 હજાર નૉન જિયો મિનિટ અને 3600 એસએમએસ મળે છે. 2,121 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા, 12 હજાર નૉન-જિયો એફયુપી મિનિટ, 100 એસએમએસ પ્રત્યેક દિવસ અને અનલિમિટેડ ઑન નેટ કૉલિંગની સુવિધા છે.

રિલાયન્સ જિયોની જેમ એરટેલ અને વોડાફોન આઇડિયા પાસે પણ લૉન્ગ ટર્મ પ્લાન છે. એરટેલ પાસે 2,398 રૂપિયા અને 1,499 રૂપિયાના વાર્ષિક પ્લાન્સ ઑફર કરી રહી છે. હાલ આ પ્લાન્સની વેલીડીટી 365 દિવસ છે. જો કે આ બંને કંપનીઓ આવનારા દિવસોમાં પોતાના પ્લાન્સની વેલીડીટી 336 દિવસ કરી શકે છે.

Read Also

Related posts

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી, વૈશ્વિક મૃત્યુદરમાં ગુજરાતનું પાંચમુ સ્થાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!