GSTV
Auto & Tech Trending

Jio યુઝર્સ આનંદો! ગ્રાહકોને ફ્રી મળી રહી આ ખાસ સુવિધા, જાણશો તો તમે પણ કહેશો વાહ…

jio

Reliance Jioએ તાજેતરમાં જ નવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યા છે, આ પોસ્ટપેડ પ્લાનનું નામ  Jio Postpaid Plus છે. કંપનીએ અન્ય કંપનીઓને ટક્કર આપવાના ઇરાદાથી આ પ્લાન લૉન્ચ કર્યા છે. આ નવા પોસ્ટપેડ પ્લસ પ્લાનમાં Netflix, Amazon Prime  અને Disney+ Hotstar  જેવા OTT સબસ્ક્રીપ્શન ફ્રી મળે છે. આ ઉપરાંત આ સર્વિસમાં કંપની ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટી પણ ઑફર કરી રહી છે. રિલાયન્સ જિયોએ એલાન કર્યુ છે કે JioPostpaid Plusની સુવિધા લેનાર અન્ય ટેલિકોમ કંપનીઓના યુઝર્સ પોતાની ક્રેડિટ લિમિટને કેરી ફોરવર્ડ કરી શકે છે. કંપનીનું કહેવુ છે કે તેના માટે તેણે કોઇ વધારાનો ચાર્જ નહી ચુકવવો પડે.

ગ્રાહકોને મળશે આ ખાસ સુવિધાઓ

Reliance Jio તે તમામ યુઝર્સ માટે એક નવી carry-forward ક્રેડિટ લિમિટ સુવિધા પૂરી પાડી રહ્યુ છે જે કોઇ અન્ય વર્તમાન સર્વિસમાંથી Jio પોસ્ટપેડ નેટવર્ક પર માઇગ્રેટ કરવા માગે છે. કંપનીનો દાવો છે કે તેનાથી JioPostpaid Plus માં સામેલ થવા માટે અન્ય ઓપરેટરોના તમામ વર્તમાન પોસ્ટપેડ યુઝર્સના માઇગ્રેશનમાં સરળતા રહેશે. કંપની નવા સિમ કાર્ડ્સની ફ્રી હોમ ડિલિવરી પણ કરી રહી છે. કંપનીએ પ્રીપેડ કનેક્શનથી પોસ્ટપેડ અથવા પોસ્ટપેડમાંથી પોસ્ટપેડ પ્લસ કનેક્શન મેળવવાનો ઓપ્શન પણ આપ્યો છે.

આ રીતે લઇ શકો છો Jio Postpaid Plus કનેક્શન

>> જે રીતે પોસ્ટપેટ નંબરને Jioમાં સ્વિચ કરવા માગતા હોવ તો તેનાથી વૉટ્સએપ પર 8850188501 નંબર પર Hi લખીને મોકલો.

>> તે બાદ વર્તમાન ઓપરેટરોનુ પોસ્ટપેડ બિલ અપલોડ કરો.

>> Jio પોસ્ટપેડ કનેક્શન માટે નવા Jio સિમની હોમ ડિલિવરી માટે Jioની વેબસાઇટ અથવા 1800 88 99 88 99 નંબર પર કૉલ કરો. તે બાદ Jio પોસ્ટપેડ પ્લસ સિમ કાર્ડ તમારા ઘરે પહોંચી જશે. તમે Jio સ્ટોર અથવા રિલાયન્સ ડિજિટલ સ્ટોર પર જઇને પણ સિમ કાર્ડ લઇ શકો છો.

>> www.jio.com/postpaid પર પણ જઇને તમે Jio પોસ્ટપેડ પ્લસ વિશે વધુ જાણકારી મેળવી શકો છો.

આ છે Jio Post Paid Plus  પ્લાન્સ

Jioએ 399 રૂપિયા, 599 રૂપિયા, 799 રૂપિયા, 999 રૂપિયા અને 1499 રૂપિયાની કિંમતવાળા 5 પોસ્ટપેડ પ્લાન લૉન્ચ કર્યા છે. આ તમામ પેકમાં યુઝર્સને અનલિમિટેડ કૉલ સાથે બંપર ડેટા ઑફર કરવામાં આવી રહ્યો છે. નવા Jio Postpaid Plus Plans  સાથે  Netfix, Amazon Prime, Disney Plus Hotstar  જેવી OTT Apps ની એક્સેસ આપવામાં આવે છે. આ ઉપરાંત ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટીની પણ સુવિધા આપવામાં આવી રહી છે.

Read Also

Related posts

વિશ્વબજારમાં સોના, ચાંદી, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં તેજીનો પવન ફૂંકાયો

Padma Patel

શેર બજારમાં અવિરત ઐતિહાસિક તેજી : સેન્સેક્સ નિફટી નવા શિખર પર પહોંચ્યા

Padma Patel

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel
GSTV