GSTV
Home » News » Jioનો ધડાકો, આ પ્લાનમાં યુઝર્સને મળશે સૌથી વધુ ઇન્ટરનેટ સાથે કૉલિંગનો લાભ

Jioનો ધડાકો, આ પ્લાનમાં યુઝર્સને મળશે સૌથી વધુ ઇન્ટરનેટ સાથે કૉલિંગનો લાભ

ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જિયોની એન્ટ્રી બાદથી અન્ય કંપનીઓની જાણે કે ઉંઘ હરામ થઇ ગઇ છે. જિયોએ ફરી એકવાર પોતાના યુઝર્સ માટે એક જબરદસ્ત પ્લાન લૉન્ચ કર્યો છે. જિયો યુઝર્સ આ પ્લાનમાં સૌથી વધુ ઇન્ટરનેટનો લાભ લઇ શકે છે. ઉપરાંત યુઝર્સને આ પ્લાનમાં અન્ય સુવિધાઓ પણ મળે છે.

Jio tariff plan

149 રુપિયાનો પ્લાન-આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી સાથે 1.5 જીબી ઇન્ટરનેટ ડેટા મળશે. આ ઉપરાંત યૂઝર્સને 100 એસએમએસ સાથે અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલનો પણ લાભ મળશે.

349 રુપિયાનો પ્લાન-આમાં, તમને દરરોજ 1.5 જીબી ઇન્ટરનેટ ડેટા, 100 એસએમએસ અને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગનો લાભ મળશે. આ પ્લાન 70 દિવસની માન્યતા સાથે આવે છે. 399 રુપિયાનો પ્લાન- આમાં તમને દરરોજ 1.5 જીબી ડેટા મળશે અને તેની માન્યતા 84 દિવસ છે. આ ઉપરાંત, તમે આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ અને અનલિમિટેડ લોકલ અને એસટીડી કૉલિંગનો લાભ લઈ શકો છો.

jio 99 plan

449 રુપિયાનો પ્લાન- જિયોના આ પ્લાનમાં યૂઝર્સને દિવસ દરમિયાન 1.5 જીબી ઇન્ટરનેટ ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મફતમાં મળશે.1,699 રુપિયાનો પ્લાન- તમે એક વખત માટે આ પ્લાન લીધો હોય, તો તમને 365 દિવસ એટલે કે એક વર્ષ માટે તમામ સુવિધાઓનો લાભ લઇ શકો છો.

 તમને દરરોજ 1.5GB ડેટા, 100 SMS અને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ્સનો લાભ થશે. આ પ્લાનમાં તમને જિયો સિનેમા, જિયો સાવન, જિયો ટીવી, જિયો ન્યૂઝ ફ્રીમાં એક્સેસ કરી શકશો.

જણાવી દઇએ કે રિલાયન્સ જિયો ટૂંક સમયમાં એક એવું પ્લેટફોર્મ લાવવાની તૈયારીમાં છે જેમાં એક સાથે તમને 100થી વધુ સુવિધો મળશે.

Read Also

Related posts

ધમાકા સાથે સિલિન્ડ થયો બ્લાસ્ટ! જોત જોતામાં બે માળની ઈમારત ધરાશાયી, 7ના મોત 15 ઘાયલ

Arohi

લેસ્બિયન સ્ટોરી પર આધારિત ફિલ્મ શીર કોરમાનું પોસ્ટર થયું આઉટ

Dharika Jansari

દિલ્હીના હવામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે ઝેર, હરિયાણાની પરાલી છે જવાબદાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!