GSTV
Home » News » સૌથી પહેલા અમદાવાદમાં મળશે JioPhone, દરરોજ 1 લાખ હેન્ડસેટ થશે ડિલીવર

સૌથી પહેલા અમદાવાદમાં મળશે JioPhone, દરરોજ 1 લાખ હેન્ડસેટ થશે ડિલીવર

JioPhoneની બુકિંગ હાલમાં બંધ થઇ ગઇ છે. બુંકિગ ફરી ક્યારે શરૂ થશે તે વિશેની કોઇ જાણકારી આવી નથી, પરંતુ જે લોકો બુકિંગ કરાવ્યા બાદ JioPhoneની ડિલીવરીની રાહ જોઇ રહ્યા છે, તે લોકોને જણાવી દઇએ કે JioPhoneની ડિલીવરી આ 5 શહેરોમાં થશે.

એક રિપોર્ટ્ અનુસાર, જિયોએ દરરોજ 1 લાખ હેન્ડસેટ ડિલીવર કરવાનો પ્લાન કર્યો છે, જેથી આ લોડ ઓછો કરી શકાય. કહેવાઇ રહ્યુ છે કે,JioPhone તાઇવાનથી આવશે અને દેશના અલગ-અલગ શહેરોમાં પહોંચાડવામાં આવશે. સૌથી પહેલા દિલ્હી, મુંબઇ, કોલકાતા, હૈદારબાદ અને અમદાવાદમાં પહોંચાડવામાં આવશે. ત્યાર બાદ તેમણે જિયો સેન્ટર અને રિલાયન્સ જિયો સ્ટોર પર પહોંચાડવામા આવશે. JioPhone ત્યાં સુધી પહોંચ્યા બાદ રિટેલ સ્ટોર અને ડિલર્સને મોકલવામાં આવશે.

આ છે JioPhoneના સ્પેસિફિકેશન્સ:

આ JioPhoneમાં વૉયસ કમાન્ડ્સની મદદથી ટાસ્ટ કરી શકાશે. તેની સ્ક્રીન 2.4 ઇંચની છે અને તેમાં FM રેડિયો અને ટૉર્ચલાઇટ આપવામાં આવી છે. ઇન્ટરનલ મેમરી 4GB ગશએ જેને માઇક્રો SD કાર્ડની મદદથી 32GB સુધી વધારી શકાશે. આ ફોનની સાથે કેબલ આપવામાં આવશે જેમી મદદથી તેનું કૉન્ટેન્ટ ટીવીમાં પણ જોઇ શકાશે. જોકે, તે માટે 303 રૂપિયાના પ્લાનનું રિચાર્જ કરાવવાનું રહેશે.

જોકે હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી કે ફોનમાં WhatsApp ચાલશે કે નહી. જોકે પહેલા આવેલા સમાચાર અનુસાર, WhatsAppની સાથે જિયો વાચતીચ કરી રહ્યુ છે અને આગામી સમયમાં WhatsAppનું એક ખાસ વર્ઝન લોન્ચ કરવામાં આવશે જે JioPhoneમાં ચાલશે.

Related posts

આયાતી ઉમેદવાર અલ્પેશ અને ધવલસિંહ પર કોંગ્રેસ ભારે પડી રહી છે

Mayur

ગ્રાહકોને લૂંટવાનો ગેસ એજન્સીઓ શોધ્યો નવો કિમિયો, આ રીતે રૂપિયા પડાવી લેશે અને તમને ખબર પણ નહી પડે

Bansari

Photos: કપડા પહેર્યા વગર ભોજન બનાવે છે આ શેફ, કરે છે અધધધ… કમાણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!