GSTV
Home » News » અનલિમિટેડ કૉલિંગ સાથે ફક્ત 95 રૂપિયામાં મળી રહ્યો છે Jio Phone, જાણો વિગતે

અનલિમિટેડ કૉલિંગ સાથે ફક્ત 95 રૂપિયામાં મળી રહ્યો છે Jio Phone, જાણો વિગતે

જિયો કંપની લૉન્ચ થયાં બાદ તે ઝડપથી આગળ વધી રહી છે. જિયોના માર્કેટમાં આવ્યાં બાદ અનેક પ્લાન્સ અને ઑફર્સ લૉન્ચ કરવામાં આવ્યાં છે.  આ જ રીતે જિયો ફોન લૉન્ચ થયાં બાદ ફિચર ફોન સેગમેન્ટમાં જિયોએ રેકોર્ડ સર્જ્યા. હવે જિયો આ ફોન ખરીદવા ઇચ્છુક ગ્રાહકો માટે ફક્ત 95 રૂપિયામાં ખરીદવાની તક આપી રહ્યું છે.

જો કે આ ઑફર ફક્ત રાજસ્થાનના લોકો માટે જ છે. એક અહેવાલ અનુસાર રાજસ્થાન સરકારે રિલાયન્સ જિયો સાથે મળીને એક સ્કીમ લૉન્ચ કરી છ. જેમાં જિયો ફિચર ફોન રાજ્યમાં ફક્ત 95 રૂપિયામાં જ મળશે. સાથે જ અનલિમિટેડ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

આ પ્લાનને સરકારે ભામાશાહ યોજના નામ આપ્યું છે. આ યોજના ફક્ત રાજસ્થાન માટે જ છે. જે લોકો પાસે ભામાશાહ કાર્ડ હશે તે આ તકનો લાભ લઇ શકશે. આ ઑફરનો લાભ લેવા માટે ભામાશાહ કાર્ડ નંબર સાથે રાજસ્થાનના લોકોએ જિયોફોન રિટેલ સ્ટોર પર જવાનું રહેશે. અહીથી તેઓ ફોન ખરીદી શકશે.

જ્યો ફોન ખરીદવા માટે ગ્રાહકોએ 1095 રૂપિયા આપવાના રહેશે. તે પછી રાજ્ય સરકાર ભામાશાહ એપ દ્વારા 500 રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા કરાવી દેશે. બાકીના 500 રૂપિયા માટે યુઝર્સે પોતાના મોબાઇલમાં ભામાશાહ એપ ડાઉનલોડ કરવાની રહેશે.

ભામાશાહ નંબર એક્ટિવેટ થતાં જ રાજ્ય સરકાર બાકીના 500 રૂપિયાનું મોબાઇલ વૉલેટ જમા કરાવી દેશે. આ રીતે તમને કુલ 1000 રૂપિયા પરત મળી જશે અને તમારે આ ફોન માટે માત્ર 95 રૂપિયા જ આપવા પડશે.

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!