GSTV

Jioની વધુ એક સિદ્ધી, Jio Phoneએ 80 ટકા માર્કેટ પર કર્યો કબ્જો !

Last Updated on September 12, 2018 by Bansari

ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર રિલાયંસ જિઓ એ દાવો કર્યો હતો કે 1500 રુપિયાથી નીચે મળતા ફોનમાં તેમનો માર્કેટ શેર 80 ટકા જેટલો છે. આ અંગે વાત કરતાં રિલાયંસ જિઓ નાં ચેરમેન આકાશ અંબાની કહે છે કે 1500 થી નીચે વેંચાતા સ્માર્ટફોનમાં દર 10 ફોને 8 ફોન જિઓનાં વેંચાય છે. તેમજ અમે હાલમાં જ અમારા જિઓ ફોનમાં ઈંટરનેટ એપ્સ જેવી કે વોટસએપ અને ઈંટરનેટ આપી છે. તે કહે છે કે 11 સપ્ટેમ્બરનાં રોજ જિઓ ફોન પર વોટ્સએપની સુવિધાઓ મળી જશે. આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાં બદલ અમે ફેસબુકનો આભાર માનીએ છીએ.

અલબત આ વોટ્સએપ રન કરાવવાં માટે તેણે જિઓ કાઈ ઓએસ નામનું સોફ્ટવેર ડેવલપ કર્યુ હતુ. જેમાં તમે વોટ્સએપ રન કરી શકો છો. અને તેઓ એ જણાવ્યુ હતુ કે હાલ આ વોટ્સએપ રન 20 સપ્ટેમ્બર સુધી ટેસ્ટ લેવલ પર ચેક થશે. અને ત્યારબાદ તેમાં જો સફળતા મળશે તો 30 સપ્ટેમબરથી તે બધા માટે અવેલેબલ બનશે.
તે કહે છે કે જિઓ ફોન જિઓ સિનેમા, જિઓ મેગેઝિન , જિઓ મ્યુઝિક જેવી સુવિધાઓ પણ આપે છે. હવે તેમાં વોટસએપ પણ યુઝ કરી શકશે. તેમાં દરેક એંડ ટુ એંડ એંક્રિપ્શન પર જ રેકોર્ડ અપાયો છે. તેથી તે ચેટ અન્ય કોઈ જ વાંચી શકશે નહિ. આમ જિઓ ફોન એક સુપર સક્સેસ ફોન છે.

Related posts

VIDEO: નબળા હ્દયવાળા આ વીડિયો જોતા જ નહીં, ફુલ સ્પિડે ચાલતી ટ્રેન સાથે લટકીને ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે આ યુવકો, મરવાનો ડર જ નથી

Pravin Makwana

T20માં વિરાટ કોહલી કરતાં વધુ સારો કેપ્ટન સાબિત થશે રોહિત શર્મા, આ છે 5 સૌથી મોટા કારણો

Bansari

ફેશનની શોખિન: શોર્ટ્સ પહેરીને પરીક્ષા આપવા આવેલી છોકરીને હોલમાં પ્રવેશ ન આપ્યો, પપ્પાને તાત્કાલિક બજારમાં પેન્ટ ખરીદવા જવું પડ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!