GSTV
Home » News » બંધ કરવામાં આવ્યુ JioPhoneનું પ્રી-બુકિંગ, ગ્રાહકોને જોવી પડશે રાહ

બંધ કરવામાં આવ્યુ JioPhoneનું પ્રી-બુકિંગ, ગ્રાહકોને જોવી પડશે રાહ

Relaince jioના JioPhoneના બુકિંગને કેટલાક સમય માટે બંધ કરવામાં આવ્યુ છે. આ અંગેની જાણકારી ઑફિશ્યલ વેબસાઇટમાં આપવામાં આવી છે. વેબસાઇટમાં એક મેસેજમાં લખવામાં આવ્યુ છે કે, ‘લાખો’ લોકોએ પહેલા જ યૂનિટ્સ પ્રી-બુક કરી દીધા છે. JioPhoneની બુકિંગ ગુરુવારે સાંજે 5:30 કલાકે શરૂ થઇ હતી. ત્યારબાદ ડિમાન્ડ વધારે હોવાને કારણે વેબસાઇટ અને એપ થોડા સમય માટે ક્રેશ થઇ ગઇ હતી.

હવે જિયોના આ ફિચર ફોનની પ્રી-બુકિંગ હાલમાં બંધ કરવામાં આવ્યુ છે, ત્યારે તે જણાવવું મુશ્કેલ છે કે બુકિંગ ફરી ક્યારથી શરૂ થશે. જોકે વેબસાઇટ પર આપવામાં જાણકારી અનુસાર, પ્રી-બુકિંગ શરૂ થતા યૂઝર્સને સૂચના આપવામાં આવશે.

JioPhoneની વધારે ડિમાન્ડ હોવાને કારણે પ્રી-બુકિંગ હાલમાં બંધ કરવામાં આવ્યુ છે. JioPhomeના પ્રી-બુકિંગ માટે કસ્ટમર્સને 500 રૂપિયા આપવા પડશે. આમ તો, ફિચર ફોન માટે ગ્રાહકોને કુલ 1500 રૂપિયા ચુકવવાના રહેશે. પરંતુ જ્યારે પ્રી-બુકિંગ કર્યા બાદ ગ્રાહક JioPhone ખરીદશે ત્યારે માત્ર 1500 રૂપિયા ચુકવવાના રહેશે. કંપની 1500 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ માટે લઇ રહી છે, જેને 3 વર્ષ પછી ફોન પરત કરતા ડિપોઝિટ પરત મળી જશે.

Related posts

અમેરિકા જતા મોદીના વિમાનમાં સર્જાઈ ટેકનિકલ ખામી, આ દેશમાં બે કલાક સુધી કર્યું રોકાણ

Arohi

ઉત્તર ગુજરાતની આ જાણીતી બ્રાંડ પર GST વિભાગના દરોડા

Mayur

ઉત્તર પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, બાળકી સહિત ચારના મોત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!