GSTV
Home » News » Jioનો ધડાકો : Jio Phone 3 ટચ સ્ક્રીન ડિસ્પ્લે સાથે થશે લૉન્ચ, કિંમત અને ફિચર્સ જાણીને ખુશ થઇ જશો

Jioનો ધડાકો : Jio Phone 3 ટચ સ્ક્રીન ડિસ્પ્લે સાથે થશે લૉન્ચ, કિંમત અને ફિચર્સ જાણીને ખુશ થઇ જશો

રિલાયન્સ જિયોના લેટેસ્ટ ‘ઇન્ડિયા કા સ્માર્ટફોન’ સીરીઝ વાળા Jio Phone 3 પર કામ શરૂ થઇ ચુક્યું છે. Jio Phone 3ને લઇને ઘણી બાબતો લીક થઇ છે. ભારતીય ટેલિકોમ પ્રોવાઇડર રિલાયન્સ જિયોએ 2017માં જિયોફોન સીરીઝની શરૂઆત કરી હતી. જિયોફોન લૉન્ચ થયાં બાદ ગત વર્ષે કંપનીએ Jio Phone 2 લૉન્ચ કર્યો હતો. તેવામાં કંપની હવે આ સીરીઝનો ત્રીજો ફોન લાવવાની તૈયારીમાં છે. જેને Jio Phone 3 કહેવામાં આવશે.

રિલાયન્સ જિયોફોનની ગ્રોથ ફિચર ફોન સેગમેન્ટમાં પણ ઝડપથી વધી રહી છે. તે ઝડપથી ભારતની ટૉપ 10 બ્રાન્ડની લિસ્ટમાં સ્થાન મેળવી ચુક્યો છે. સાથે જ તે ફીચર ફોન્સના સેલ ચાર્ટમાં પણ ટૉપ પર છે.

Jio Phone 3ની કિંમત

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર રિલાયન્સ જિયોફોન 3ભારતમાં 4500 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવશે જે ગત જિયોફોન્સની સરખામણીમાં થોડી વધુ છે.

Jio Phone 3 ના ફિચર્સ

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે Jio Phone 3માં 5 ઇંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે હશે. સાથે જ આ ફોનમાં  2 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. Jio Phone 3ના કેમેરા ફિચર્સની વાત કરીએ તો તેમાં 5 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 2 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ હોઇ શકે છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રિલાયન્સ જિયો પોતાના સ્ટોર્સમાં Jio Phone 3નો સ્ટોક જુલાઇ 2019 સુધીમાં લાવશે. કસ્ટમર્સ આ ફોન માટે જુલાઇની શરૂઆતમાં જ પ્રી-ઓર્ડર કરી શકશે અને ઓગસ્ટ સુધી આ ફોન કસ્ટમર્સના હાથમાં હશે. આ ફોન જિયો સ્ટોર્સ, રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સ અને જિયોની ઑફિશિયલ વેબસાઇટ પર સેલ માટે ઉપલબ્ધ હશે.

Read Also

Related posts

200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો

Bansari

શપથગ્રહણ ટ્રેલર હતુ, ચોખ્ખુ થઈ ગયુ કે શું થશે સંસદમાં

Kaushik Bavishi

જુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!