GSTV
Auto & Tech Trending

Jio Phone 2ના આ ટૉપ 5 ફીચર્સ જાણીને ખરીદવાનું થઈ જશે મન

રિલાયન્સ જીઓએ આ અઠવાડિયે પોતાનો બીજો ‘સ્માર્ટ’ ફીચર ફોન Jio Phone 2 લોન્ચ કરી દીધો છે. નવો જિયો ફોન 2 ગયા વર્ષે લોન્ચ થનાર જીયો ફોનનો અપગ્રેડ વેરિયન્ટ છે. રિલાયન્સ એજીએએમમાં મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે અત્યાર સુધી 2.5 કરોડ જીયો ફીચર ફોન વેચાઈ ગયા છે. હવે કંપની કેટલાંક નવા ફીચર્સ અને સ્પેસિફિકેશનની સાથે નવા લુક વાળો જીયો ફોન 2 રજૂ કર્યો છે.

રિલાયન્સ જીયો ફોન 2ના ટૉપ-5 ફીચર્સ

4-વે નેવિગેશન બટનની સાથે QWERTY કીપેડ: જીયો ફોન-2નો સૌથી મહત્વનું ફીચર છે. QWERTY કીબોર્ડ તેને નવો લુક આપે છે. આ સિવાય હવે આ એખ કૉમન ફીચર  પણ નથી. જો તમને ક્વર્ટી કીબોર્ડની સાથે બ્લેકબેરી ડીઝાઈનવાળા ફોન પસંદ આવતા હતા તો જીયો ફોન 2 ડિઝાઈન તમને પસંદ આવશે. ક્વર્ટી કિપેડ સિવાય, ફોનમાં નેવિગેશન માટે 4-વે બટન પણ છે.

ડ્યુઅલ-સિમ સપોર્ટ: નવા જીયો ફોન 2ની એક મહત્વની વાત એ છે કે આ બંને સિમ કાર્ડ સ્લૉટની સાથે આવે છે. જ્યારે પહેલી જનરેશનવાળા જીયો ફોનમાં સિંગલ સિમ કાર્ડ સ્લૉટ જ મળતો હતો. તેનો અર્થ એ છે કે યુઝર્સ જિયો ફોન 2માં 2 સિમકાર્ડનો ઉપયોગ કરી શકીશું.

એપ સ્ટોર: મોટાભાગના ફીચર ફોનમાં એપ સપોર્ટ મળતા નથી, પરંતુ જીયો ફોન 2માં એપ સ્ટોર આપવામાં આવ્યું છે. અહીંયાથી યુઝર્સ પૉપ્યુલર એપ્સ જેવી ફેસબુક, યુ-ટ્યુબ અને વોટ્સએપ ડાઉનલોડ કરી શકો છો. જોકે રિલાયન્સે ગયા વર્ષે લોન્ચ થનારા જીયો ફોન યુઝર્સ માટે પણ 15મી ઓગષ્ટથી આ એપ્સ માટે સપોર્ટ આપવાની જાહેરાત કરી હતી.

4G VoLTE + VoWiFi: જીયો ફોન 2માં ના ફક્ત 4જી એલટીઈ પરંતુ 4જી વીઓએલટીઈ સપોર્ટ સાથે આવે છે. તેનો મતલબ એ છે કે જીયો એલટીઈ નેટવર્ક પર એચડી ક્વૉલિટી વૉઈસ કોલ્સની મજા લઇ શકશે. આ સિવાય ફોન વીઓવાઈ-ફાઈ પણ સપોર્ટ કરે છે. એટલેકે વાઈ-ફાઈ નેટવર્કના માધ્યમથી ફોન કરવો યોગ્ય હશે. ક્નેક્ટિવિટી માટે જીયો ફોન 2 એલટીઈ કેટ.4ની સાથે આવે છે.

લાંબી બેટરી લાઈફ: જીયો ફોન 2 એક સ્માર્ટ ફીચર ફોન છે, જોકે તેમાં સ્માર્ટફોન વાળા બધા ફીચર્સ મળતા નથી. એટલે તેમાં એક સ્માર્ટફોનની તુલનામાં વધુ શાનદાર બેટરી લાઈફ મળશે. 2000 એમએએચની બેટરીની સાથે, રીલાયન્સ જીઓનો દાવો છે કે તેનાથી 360 કલાક સુધી સ્ટેન્ડ બાય મળશે.

જીયો ફોન 2ના સ્પેસિફિકેશન્સ

ફોનમાં 2.4 ઈંચ 320 x 240 પિક્સલ રેજોલ્યુશનવાળા ક્યૂવીજીએ ડિસ્પ્લે છે. ફોનમાં 512 એમબી રેમ અને 4 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ છે, જેનાથી માઈક્રોએસડી કાર્ડના માધ્યમથી વધારી શકાય છે. ફોનમાં 2 મેગાપિક્સલ પ્રાઈમરી અને 0.3 મેગાપિક્સલ વીજીએ ફ્રન્ટ કેમેરા છે. હેન્ડસેટમાં કનેક્ટીવિટીની સાથે વાઈ-ફાઈ 802.11 બી-જી-એન, બ્લૂટુથ 4.1, એનએફસી, 4જી વીઓએલટીઈ અને વીઓવાઈ-ફાઈ જેવા ફીચર્સ છે. ફોન ફાઈઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.

Related posts

ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા

GSTV Web Desk

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk

ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન

Zainul Ansari
GSTV