GSTV
Auto & Tech Trending

Jio Phone યુઝર્સ માટે લોન્ચ થયા બે સસ્તા નવા પ્લાન, શરૂઆતની કિંમત છે માત્ર 49 રૂપિયા

રિલાયન્સ જીયો સતત પોતાના પ્લાનને અપડેટ કરી રહી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ટેરિફ પ્લાન મોંઘા થયા બાદ કંપનીએ 2020 રૂપિયાનું હેપી ન્યૂ ઓફર રજૂ કરી હતી. જેને હવે જીયોએ બંધ કરી દીધી છે. તેની જગ્યાએ જીયોએ 2121  રૂપિયાનો પ્રીપેડ પ્લાન સામેલ છે. જો તમને યાદ હોય તો જીયો ફોનની સાથે 49 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો હતો. જીયો ફોનના 49 રૂપિયાનાં પ્લાનમાં 28 દિવસોની માન્યતા મળી હતી. પરંતુ ડિસેમ્બરમાં નવા ટેરિફની સાથે કંપનીએ આ પ્લાનને બંધ કરી દીધો હતો. જ્યારે હવે ફરીથી આ પ્લાનને લોન્ચ કરવામાં આવ્યો પરંતુ તેની વેલિડિટી અડધી કરી દેવામાં આવી છે.

49 રૂપિયાનો પ્લાન

જીયો ફોનના 49 રૂપિયાવાળા પ્લાનમાં હવે ફક્ત 14 દિવસોની માન્યતા મળી રહી છે. આ પ્લાનમાં કુલ 2 જીબી ડેટા મળશે. તેના સિવાય જીયો થી જીયોના નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, જ્યારે જીયોથી બીજા નેટવર્ક પર 250 મિનિટનું કોલિંગ મળશે. આ પ્લાનમાં 25 મેસેજ કરવાની સુવિધા મળશે.

જીયો ફોનનો 69 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં પણ 14 દિવસોની જ માન્યતા મળી રહી છે. તેમાં ડેટા વધારે મળી રહ્યો છે. જીયો ફોનનાં 69 રૂપિયા વાળા પ્લાનમાં કુલ 7 જીબી ડેટા એટલેકે દરરોજ 500એમબી ડેટા મળશે. તેના સિવાય જીયો થી જીયોના નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, જ્યારે જીયોથી બીજા નેટવર્ક પર 250 મિનિટનું કોલિંગ મળશે.

75 રૂપિયાનો માસિક પ્લાન

જીયો ફોન માટે જો માસિક પ્લાનની વાત કરીએ તો જીયોની પાસે 75 રૂપિયાનો પ્લાન છે. જેમાં 28 દિવસોની માન્યતા મળે છે. આ પ્લાનમાં કુલ 3 જીબી ડેટા મળે છે. તેના સિવાય જીયો થી જીયોના નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, જ્યારે જીયોથી બીજા નેટવર્ક પર 500 મિનિટનું કોલિંગ મળશે. આ પ્લાનમાં 50 મેસેજ કરવાની સુવિધા મળશે. અને દરેક એપ્લિકેશન્સનું સબસ્ક્રિપ્શન મળશે.

READ ALSO

Related posts

‘પશ્ચિમ બંગાળમાં દીદીનો સમય પૂરો, 2026માં ભાજપની સરકાર બનશેઃ’ અમિત શાહે મમતા બેનર્જીને લીધા આડેહાથ

HARSHAD PATEL

સૂર્ય અને મંગળના સંયોગથી બનશે આદિત્ય મંગલ રાજયોગ, 2024ની શરૂઆત પહેલા આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

Rajat Sultan

પ્રેમ માટે પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પાછી ફરી, પહેલી તસવીર સામે આવી

Moshin Tunvar
GSTV