GSTV

શું જિયો વાસ્તવિકતામાં 6 મહિના માટે ફ્રીમાં આપી રહ્યું છે 25 GB ડેટા?

Last Updated on October 8, 2018 by

રિલાયન્સ જિયોને ઑફર્સ માટે ઓળખવામાં આવે છે. વારંવાર જિયો પોતાના ગ્રાહકોને સારી ઑફર આપે છે. થોડા દિવસ પહેલા બીજી વર્ષગાંઠના પ્રસંગે કંપનીએ પોતાના ગ્રાહકોને  ફ્રીમાં ડેટા આપ્યો હતો, તો હવે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં દાવો કરાઈ રહ્યો છે કે જિયો પોતાના બધા ગ્રાહકોને 25 જીબી ફ્રી ડેટા આપી રહી છે અને આ ઑફરની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2018 સુધીની છે. તો આવો જાણીએ આ મેસેજની હકીકત.

25 જીબી ફ્રી ડેટાવાળા મેસેજની વાસ્તવિકતા શું છે?

વારંવાર જિયોના નામે છેતરપિંડીના સમાચાર સામે આવતા હોય છે. આ વખતે પણ આવું જ કંઈક સામે આવ્યું છે. વાયરલ મેસેજમાં કહેવાઈ રહ્યું છે કે કૃપયા આ ઑફરને આજે રાત્રે 12 વાગે લાગુ કરવામાં આવશે. આ ઑફર હેઠળ તમને 25 જીબી ફ્રી ડેટા અને અનલિમિટેડ કૉલિંગ મળશે. આ ઑફરની મર્યાદા 6 મહિનાની છે. સાથે જ એમ પણ લખ્યુ છે કે આ ઑફર ફક્ત જિયોના પ્રાઈમ મેમ્બર અને એન્ડ્રૉઈડ મોબાઈલ યુઝર્સ માટે છે.

આ મેસેજ અમારી પાસે પણ કોઈ જગ્યાએથી આવ્યો હતો તો અમે તેની તપાસ કરી, જેમાં આ એક નકલી મેસેજ નિકળ્યો. વિચારવા જેવી વાત તો એ છે કે આ મેસેજમાં જે લિંક આપવામાં આવી છે, તે નકલી છે. તે લિંક પર ક્લિક કરવાથી મેસેજ મળી રહ્યો છે કે આ યુઆરએલ અત્યારે ઉપલબ્ધ નથી અને જિયોએ પણ આવી કોઈ જાહેરાત કરી નથી. જો તમારી પાસે આવો કોઈ મેસેજ આવે છે તો તમે આ મેસેજ ડિલીટ કરી દો, કારણકે આ એક નકલી મેસેજ છે.

Related posts

રાહત/ રાજ્યમાં કોરોનાનું જોર ઘટ્યું: આ જિલ્લાઓમાં એક પણ કેસ નહીં, રિકવરી રેટ 98.75 ટકા થયો

Bansari

અમદાવાદ/ વિકાસના નામે શહેરમાં ગ્રીનરી સમાન વૃક્ષોનું પણ મોટાપાયે નિકંદન, રિવરફ્રન્ટ પર કાટમાળ ઠલવાયો

Damini Patel

બોન્ડની નજીવી રકમના અભાવે કેટલાંક ગરીબ કેદીઓ હજુ પણ જેલમાં, આ મામલે હાઇકોર્ટમાં 31મીએ સુનાવણી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!