GSTV
Home » News » Jioનો જબરદસ્ત પ્લાન : માત્ર 251 રૂપિયામાં મળશે 102GB હાઇસ્પીડ ડેટા

Jioનો જબરદસ્ત પ્લાન : માત્ર 251 રૂપિયામાં મળશે 102GB હાઇસ્પીડ ડેટા

રિલાયન્સ જિયોની ઑફરની તેના યુઝર્સ આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. જો તમે પણ તે યુઝર્સમાંથી એક હોય જે જિયોની નવી ઑફર્સની રાહ જોતા હોય તો આ તમારા માટે સારી ખબર છે. જિયોએ 251 રૂપિયાનો એક નવો 4જી પ્લાન લૉન્ચ કર્યો છે જેમાં દરરોજ 2 જીબી હાઇસ્પીડ ડેટા મળશે. તો ચાલો જાણીએ જિયોની આ ઑફર વિશે વિગતે.

સૌપ્રથમ તમને જણાવી દઇએ કે જિયોના આ પેકનું નામ જિયો ક્રિકેટ સીઝન ડેટા પેક છે. આ પેકને ખાસ ચાલી રહેલી ટી-20 ક્રિકેટ માટે લૉન્ચ કરવામાં આવ્યું છે. જિયોના આ પ્લાનની કિંમત 251 રૂપિયા છે.

Reliance jio

આ પ્લાનમાં તમને દરરોજ 2 જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલીડીટી 51 દિવસની હશે. તેવામામં કુલ તમને 102 જીબી ડેટા મળશે. આ રિચાર્જ જિયોની વેબસાઇટ અને માય જિયો એપમાંથી પણ કરી શકાશે.

jio offers

આ પ્લાન અંતર્ગત કંપની ઢગલાબંધ ઓફર્સ આપી રહી છે. જેમ કે લકી યુઝર્સને પોતાની ફેવરેટ ટીમ સાથે સેલ્ફી લેવાની તક મળશે. આ ઉપરાંત મનપસંદ ટીમની જર્સી, કેપ અને બેટ પણ મળશે. આ ઑફરમાં તમને મેચની ટિકિટ પણ મળી શકે છે.

Read Also

Related posts

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સિવીલ સર્વિલ પરિક્ષા તૈયારી કેન્દ્રનો CM રૂપાણીનાં હસ્તે પ્રારંભ કરાશે

Riyaz Parmar

અમરેલીનો આ ડેમ 80 ટકા ભરાતા નિચાણાવાળા 43 ગામોને અપાયું એલર્ટ

Nilesh Jethva

જીએસટીવીના અહેવાલની અસર, રવિવારે પણ રાજ્યની તમામ આરટીઓ ચાલુ રહેશે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!