Last Updated on February 27, 2021 by Karan
રિલાયન્સ Jioએ તેના ગ્રાહકોને એક મોટી ભેટ આપીને અત્યાર સુધીની સૌથી શાનદાલ ઑફર (JioPhone 2021 offer) લૉન્ચ કરી છે. કંપનીએ પ્લાન લૉન્ચ કર્યો છે તેમાં બે વર્ષ માટે ઇન્ટરનેટ, કૉલ અને મેસેજ સહિત તમામ સેવાઓ ફ્રી આપવાની જાહેરાત કરી છે. આટલું જ નહીં, આ ઑફર સાથે Jio ફોન પણ મળી રહ્યો છે. ખરેખર, Jio હવે JioPhone 2021 offer લાવી છે. આમાં જિયો ફોનના નવા યુઝર્સ માટે 1,999 રૂપિયાનો નવો પ્લાન લૉન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં યુઝર્સને 24 મહિના સુધી અનલિમિટેડ સર્વિસ આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં, યુઝર્સને 2 વર્ષ સુધી દર મહિને 2 જીબી ડેટા અને અનલિમિટેડ કૉલિંગ આપવામાં આવી રહ્યા છે.

અનલિમિટેડ કૉલિંગ અને દર મહિને 2 જીબી હાઈ સ્પીડ ડેટા સાથે એક Jio ફોન
આ નવી શાનદાર ઓફર Jioના 2G મુકત ભારત અભિયાનનો એક ભાગ છે. હાલમાં દેશમાં લગભગ 30 કરોડ 2G યુઝર્સ છે, જેના માટે Jioએ તેની નવી ઓફર રજૂ કરી છે. Jioની આ નવી ઑફર 1 માર્ચ, 2021 થી શરૂ થઈ રહી છે. આ ઑફરનો લાભ રિલાયન્સ રિટેલ સ્ટોર અને Jio રિટેલ સ્ટોરથી મળી શકે છે. 1,999 રૂપિયાના આ પ્લાનમાં યુઝર્સને 24 મહિના માટે અનલિમિટેડ કૉલિંગ અને દર મહિને 2 જીબી હાઈ સ્પીડ ડેટા સાથે એક Jio ફોન પણ મળશે. એટલે કે, ફક્ત 2,000 રૂપિયામાં, તમે બે વર્ષ સુધી મોબાઇલ અને રિચાર્જ માટે નિશ્વિંત થઇ શકો છો.

Jioની આ ઑફર પણ છે શાનદાર
આ સિવાય બીજી એક ઑફર પણ છે, જે અંતર્ગત જો તમારે રૂ. 1,499 ખર્ચ કરવા માંગતા હોય તો તમને એક વર્ષ એટલે કે 12 મહિના માટે Jio ફોન ડિવાઇસ અને અનલિમિટેડ સેવાઓ મળશે. 1,499 રૂપિયા ખર્ચ કરીને, યુઝર્સ અનલિમિટેડ વૉઇસ કૉલ્સ, અનલિમિટેડ ડેટા (દર મહિને 2 જીબી હાઇ સ્પીડ ડેટા) મેળવી શકશે. એટલે કે, તમારે એક વર્ષ સુધી કોઈ રીચાર્જ કરવાની રહેશે નહીં અને સાથે તમે ફોનનો ઉપયોગ કરી શકશો. આ ઉપરાંત, Jio એ નવા JioPhone યુઝર્સ ઉપરાંત હાલના યુઝર્સ માટે નવી ઑફર પણ રજૂ કરી છે. આ ઑફરની કિંમત 749 રૂપિયા છે, જેમાં જો તમે Jioફોનનો હાલનો ગ્રાહક છો, તો તમે 749 રૂપિયા ખર્ચ કરીને એક વર્ષ એટલે કે 12 મહિના માટે અનલિમિટેડ સર્વિસનો આનંદ લઈ શકો છો.
Read Also
- શાહરુખ ખાન ની લાડલી દીકરી સુહાનાએ બેડરૂમ માંથી કરી તસવીરો શેર, બતાવ્યું પોતાનું પરફેક્ટ ફિગર
- ફેમિલી ગ્રુપમાં શેર થઇ ગઈ પોતાની આપત્તિજનક તસવીર, જાણો પછી મહિલાના પરિવારે શું કર્યું
- લાપરવાહી / કોરોનાકાળમાં સરકારે નિકાસ કરી દીધો 700 ટકા ઓક્સિજન, સવાલ ઉઠ્યા તો આપી આ સફાઈ
- મમતા બગડ્યાં: કોરોનાની બીજી લહેર મોદી નિર્મિત ત્રાસદી છે, બંગાળમાં નથી જોઈતી ડબલ એન્જિનની સરકાર
- વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણ ભારતમાં/ કોરોના વેક્સિનના 13 કરોડ ડોઝ આપવામાં ફક્ત આટલા દિવસનો સમય, સ્વાસ્થ્યમંત્રીએ આપી જાણકારી
