GSTV
Auto & Tech Trending

Jio આપવાની છે પોતાના 38 કરોડથી વધારે ગ્રાહકોને એક વર્ષ માટે મોટી ભેટ

Jio

રિલાયન્સ જીયોએ હાલમાં જ પોતાના અમુક યુઝર્સને ફ્રીમાં ડેટા ગિફ્ટ કર્યા હતા. તો હવે જીયો જલ્દીથી પોતાના 38 કરોડથી વધારે યુઝર્સને Disney+Hotstar VIPનું સબ્સક્રિપ્શન એક વર્ષ માટે ફ્રીમાં આપવાની છે. ઉલ્લેખનીય છેકે, જીયો પહેલાંથી જ પોતાના યુઝર્સને હોટસ્ટાર પ્રીમિયમનું સબ્સક્રિપ્શન આપી રહી છે.

Jio યુઝર્સને થશે આ ફાયદો

આ પહેલી તક હશે જ્યારે જીયો પોતાના ગ્રાહકોને 399 રૂપિયાની કિંમતમાં એક વર્ષ માટે Disney+Hotstar VIPનું સબ્સક્રિપ્શન ફ્રીમાં આપશે. તેનું સબ્સક્રિપ્શન મળ્યા બાદ જીયો યુઝર્સ ફ્રીમાં ઘણી મોટી ફિલ્મો, કિડ્સ કંટેંટ, હોટસ્ટાર સ્પેશિયલ અને ક્રિકેટ મેચ જોઈ શકશે. કંપનીએ તેનું ટીઝર વેબસાઈટ પર જાહેર કર્યુ છે. જોકે, આ ઓફરની શરૂઆત ક્યારે થશે, તેની કોઈ સચોટ જાણકારી હાલમાં સામે આવી નથી. Disney+Hotstar VIP પર ઘણી બોલીવુડ ફિલ્મોનું પ્રીમિયર પણ થવા લાગ્યુ છે. તેના સિવાય લાઈવ મેચ પણ જોઈ શકાશે.

Airtel

એરટેલે પણ પ્લાન કર્યો હતો રજૂ

ગયા મહીને એરટેલે 401 રૂપિયાનો નવો પ્રિપેડ પ્લાન રજૂ કર્યો હતો. જેમાં Disney+Hotstar VIPનું એક વર્ષ માટેનું સબ્સક્રિપ્શન ફ્રીમાં હતુ. આ પ્લાનમાં 28 દિવસની અવધિ સાથે 3 જીબી હાઈસ્પીડ ડેટા મળશે જીયોની નવી ઓફરની સ્પર્ધા એરટેલનાં આ પ્લાન સાથે થશે.

Jioએ રજૂ કરી આ ખાસ ઓફર

ઉલ્લેખનીય છેકે, જીયોએ હાલમાં જ એક ખાસ ઓફર રજૂ કરી છે. જેનું નામ 4X BENEFITS છે. ગ્રાહકોને આ ઓફર હેઠળ 249 રૂપિયા અને તેની ઉપરનાં પ્રીપેડ પ્લાનને રિચાર્જ કરાવવા પર રિલાયન્સ ડિજીટલ, AJIO, ટ્રેંડ અને ટ્રેંડ ફૂટવેરની તરફથી એક વેલ્યૂનાં ડિસ્કાઉન્ટ વાઉચર્સ મળશે. યુઝર્સ આ વાઉચર્સનો ઉપયોગ ચારેય કંપનીઓનાં ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર પર ઈલેક્ટ્રોનિકથી લઈને ફૂટવેર સુધીની ખરીદારી કરવા માટે કરી શકે છે. તો જીયોની આ ઓફર એક જૂનથી 30 જૂનની વચ્ચે એક્ટિવ રહશે.

READ ALSO

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા

Vishvesh Dave

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
GSTV