GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

માત્ર 3 રૂપિયામાં 1 GB હાઇસ્પીડ ડેટા! આવી ગયો છે Jioનો સૌથી સસ્તો પ્લાન

jio

રિલાયન્સ Jio પોતાના ગ્રાહકો માટે અલગ-અલગ કિંમત વાળા અનેક પ્લાન ઑફર કરે છે. તેમાં અલગ-અલગ વેલીડીટી પ્રમાણે ડેટા અને કૉલિંગ મળે છે. પરંતુ જે અમે તમને કંપનીના સૌથી ઓછી કિંમતના ડેટા પ્લાન વિશે જણાવીશું. જેમાં તમારે 1 જીબી ડેટા માટે ફક્ત 3.5 રૂપિયા ખર્ચ કરવા પડશે. પ્લાનમાં 84 દિવસની વેલીડીટી મળે છે.

jio

Jioનો ધાંસૂ પ્લાન

ઉદાહરણ તરીકે અમે તમને 349 રૂપિયા વાળા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ. આ પ્લાનની કિંમત પણ ઓછી છે અને દરરોજ 3 જીબી ડેટા મળે છે. તેમ છતાં આ સૌથી સસ્તો પ્લાન નથી. હકીકતમાં 349 રૂપિયામાં Jio 28 દિવસ માટે 84 જીબી ડેટા આપે છે. આ રીતે 1 જીબી માટે તમારે 4.15 રૂપિયા ખર્ચ કરવા પડે છે. Jioના મોટાભાગના પ્લાનમાં 1 જીબી ડેટા માટે 4 રૂપિયાથી 4.5 રૂપિયા ખર્ચ કરવા પડે છે. કોઇ-કોઇ પ્લાનમાં તો 1 જીબી ડેટા 64.5 રૂપિયાનો પડે છે.

આ પ્લાનમાં 3.5 રૂપિયામાં 1 જીબી ડેટા

Jioના 599 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 84 દિવસની વેલીડીટી મળે છે. આ દરરોજ 2 જીબી ડેટા વાળો પ્લાન છે. આ રીતે ગ્રાહકોને કુલ 168 જીબી ડેટા મળે છે. 599 રૂપિયામાં 168 જીબીનો અર્થ છે કે ગ્રાહકોને 1 જીબી માટે 3.57 રૂપિયા ખર્ચ કરવા પડે છે. આ Jioના અન્ય કોઇપણ પ્લાન કરતાં સસ્તો પ્લાન છે.

આ પ્લાનમાં મળતી અન્ય સુવિધાઓની વાત કરીએ તો તેમાં Jio ટુ Jio નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. અન્ય કોઇ નેટવર્ક પર કૉલિંગ માટે 3000 નૉન-જિયો મિનિટ્સ મળી જાય છે. આ ઉપરાંત Jio એપ્સનું સબ્સ્ક્રીપ્શન અને 100 એસએમએસ દરરોજ મળે છે.

Read Also

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!