GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

મુકેશ અંબાણી પર વરસી રહ્યો છે લક્ષ્મીનો વરસાદ : રૂપિયાના થઈ રહ્યાં છે ઢગલા, આ કંપની 1894 કરોડનું કરશે JIOમાં રોકાણ

અમેરિકન ઇન્ટેલ કેપિટલ દ્વારા જિયો પ્લેટફોર્મ્સમાં 0.39% ઇક્વિટીમાં રૂ. 1894.5 કરોડના રોકાણની ઘોષણા કરવામાં આવી છે.  ઇન્ટેલ કમ્પ્યુટર ચિપ્સ બનાવવા માટે વિશ્વભરમાં જાણીતું છે. જિઓ પ્લેટફોર્મ્સમાં 12 રોકાણ દ્વારા 25.09% ઇક્વિટી માટે 1,17,588.45 લાખ કરોડનું રોકાણ કરાયું છે. રિલાયન્સ જિયોની ઇન્ટેલ સાથે થયેલ ડીલ અંગે મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ગ્લોબલ ટેક કંપનીઓ માટે Intel મહત્વપૂર્ણ ભાગીદાર છે.

ઇન્ટેલની સાથે ભાગીદારીનો દેશવાસીઓને ફાયદો

ઇન્ટેલની સાથે ભાગીદારીનો દેશવાસીઓને ફાયદો થશે. આ ભાગીદારીથી ટેક ક્ષમતાના વિસ્તારમાં મદદ મળશે. આ ઉપરાંત ઇન્ટેલે જણાવ્યું હતું કે સસ્તી ડિજિટલ સેવાઓ પર જિયોનું ફોક્સ છે. આ રોકાણથી ભારતની ડિજિટલ સેવામાં મોટું યોગદાન મળશે. ડિજિટલ સેવાઓથી લોકોની જિંદગી શ્રેષ્ઠ બનાવી શકાશે.

50 દિવસમાં દિગ્ગજ રોકાણકારોને ભારતમાં બોલાવ્યા

છેલ્લા 50 દિવસમાં મુકેશ અંબાણીએ ફેસબૂક, અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ, વિસ્ટા ઈક્વિટી અને KKR જેવા દિગ્ગજ રોકાણકારોને કોરોનાના કપરાકાળમાં પણ ભારતમાં બોલાવી અને જિયોમાં એક ઐતિહાસિક વેલ્યુશન પર હિસ્સેદારી વેચીને સૌને ગદગદ કરી દીધા છે.

READ ALSO

Related posts

રાજ્યમાં વરસાદનું જોર વધ્યું, NDRFની 13 ટીમને તૈનાત કરવામાં આવી

pratik shah

છત્તીસગઢનાં સુકમા જીલ્લામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 નક્સલીઓને કર્યા ઠાર

Mansi Patel

ધોની સદાબહાર : હાલમાં ક્રિકેટ નહીં છોડે, આ વિદેશી ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!