GSTV
Gujarat Government Advertisement

Jio નો જોરદાર ધડાકો : સસ્તા ફોન બાદ હવે કંપની લોન્ચ કરશે JioBook, જાણો તેની કીંમત

Last Updated on March 6, 2021 by Mansi Patel

ટેલિકોમ સેવા અને સસ્તા સ્માર્ટફોન પ્રદાન કર્યા પછી હવે રિલાયન્સ જિયો પણ લેપટોપ નિર્માણમાં પોતાનું નામ મજબૂત કરવા જઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર રિલાયન્સ જિયો ‘જિઓબુક’ નામના ઓછા ખર્ચે લેપટોપ પર કામ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવો લેપટોપ ફોર્ક્ડ એન્ડ્રોઇડ બિલ્ડ પર આધારિત છે જેને Jio-OS તરીકે ડબ કરી શકાય છે. ફર્મવેર Jio એપ્લિકેશંસ સાથે આવી શકે છે.

JioBookમાં 4G LTE સપોર્ટ હોવાની વાત પણ કહેવામાં આવી છે. 2018માં પરત ફરેલી રિપોર્ટે પહેલાથી જ જણાવ્યુ હતું કે, આ એક ક્ષેત્રની રૂપમાં Jio કામ કરી રહ્યુ હતું. આ લેપટોપ jioને મોબાઈલ ફોન યૂઝર્સથી ઉપર જવા અને તે દર્શોકો સુધી પહોંચવામાં મદદ કરી શકે છે જો બજેટને અનૂકુળ કંપ્યૂટિંગ ડિવાઈસની શોઘ કરી રહ્યા છે. કોરોના વાયરસ મહામારી ના કારણે ગત એક વર્ષમાં વધારે લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. તેવામાં jio લેપટોપ માર્કેટમાં પોતાનો પગ મજબુત કરી શકે છે.

જિઓએ જીઓબુકના નિર્માણ માટે ચીની ઉત્પાદક બ્લુબેંક ઇન્ફર્મેશન ટેકનોલોજી સાથે ભાગીદારી કરી છે. કંપની પહેલેથી જ તેની ફેક્ટરીમાં જિઓફોન મોડેલ વિકસાવી રહી છે. એક્સડીએ ડેવલપર્સના જણાવ્યા મુજબ, આંતરિક દસ્તાવેજ પરથી જાણ કરવામાં આવી છે કે જિઓબુકનો વિકાસ ગયા વર્ષના સપ્ટેમ્બરની શરૂઆતમાં શરૂ થયો હતો અને 2021 ના પહેલા ભાગમાં ચાલુ રહેવાની ધારણા છે. જિઓબુકનો પ્રોટોટાઇપ દર્શાવતી એક તસવીર પણ બહાર આવી છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે નવો લેપટોપ તેના નવા વિકાસના તબક્કે કેવી દેખાશે. લીક થયેલો ફોટો વિંડોઝ કી સાથેના લેપટોપને બતાવે છે પરંતુ ડિવાઇસ વિન્ડોઝ પર ચાલે તેવી અપેક્ષા નથી.

JioBookના સ્પશિફિકેશન

XDA ડેવલપર્સની રિપોર્ટ છે કે, JioBookના વર્તમાન પ્રોટોટાઈપમાં 1,366×768 પિકસેલ રિઝોલ્યૂશન ડિસ્પ્લે સાથે ક્વાલકોમ સ્નેપડ્રેગન 665 SoC સાથે અને સ્નેપડ્રેગન X12 4G મોડેમ આપી શકે છે. તેના એક મોડેલમાં 2GB LPDDR4x રેમ અને 32GB eMMC સ્ટોરેજ જોવા મળ્યુ છે. વધુ એક મોડેલમાં 4GB LPDDR4x રેમ અને 64GB eMMC 5.1 સ્ટોરેજ પણ જોવા મળ્યુ છે.

JioBook ક્નેક્ટીવીટી વિકલ્પોની એક સીરીઝ રજુ કરશે જેમાં એક મીની HDMI કનેકટર, ડ્યૂઅલ-બેંડ વાઈ-ફાઈ અને બ્લૂટૂથ સામેલ થઈ શકે છે. તેને થ્રી- એક્સિસ એક્સીલેરોમીટર અને ક્વાલકોમ ઓડિયો ચિપ પણ કહેવામાં આવે છે.

Jio પોતાની એપ જેવી કે, JioStore, JioMeet અને JioPagesને JioBook પર પ્રી-ઈન્સ્ટોલ કરશે. તે ઉપરાંત તેમાં કથિત રીતે Microsoft એપ્સ પર જેમકે, Microsoft Teams, Microsoft Edge અને Office સામેલ છે.

read also

Gujarat Government Advertisement

Related posts

આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય પૈસા ની કમી થતી નથી

Pravin Makwana

હેલ્થ /ઉનાળામાં ગરમીથી બચવા પીવો આ ખાસ ચા, મહિલાઓ માટે છે વધુ ફાયદાકારક

Bansari

આ રાજ્યમાં ખરીદાશે ઓક્સિજન સિલિન્ડર, 1 કરોડ રૂપિયાના ખર્ચને મુખ્યમંત્રીએ કરી દીધું મંજૂર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!