GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

Jio સૌથી શ્રેષ્ઠ નેટવર્ક, આ ટેસ્ટમાં તમામ ટેલિકોમ કંપનીઓ થઇ ફેલ

જિયો સિવાયના અન્ય તમામ દૂરસંચાર ઓપરેટર ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ એટલે કે ટ્રાઇ દ્વારા રાજમાર્ગો અને રેલ માર્ગો પર કરવામાં આવેલા કૉલ ડ્રૉપ (વાત કરતી વખતે કૉલ કટ થઇ જવો) ટેસ્ટમાં નિષ્ફળ રહી છે. એક અહેવાલમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે.

એક અહેવાલ અનુસાર, ટ્રાઇએ જણાવ્યું કે તેમના દ્વારા નિયુક્ત એજન્સીએ આઠ રાજમાર્ગો તથા ત્રણ રેલ માર્ગો પર સ્વતંત્ર કૉલ ડ્રૉપ ટેસ્ટ કર્યુ હતુ. ભારતી એરટેલ, વોડાફોન-આઇડીયા અને જાહેર ક્ષેત્રની દૂરસંચાર કંપની બીએસએનએલના 3જી અને 2જી નેટવર્ક ચાર રાજમાર્ગો અને ત્રણ રેલ માર્ગો પર કૉલ ડ્રૉપ માપદંડ પર વિફળ રહ્યાં છે. કૉલ ડ્રૉપમાં નિષ્ફળ રહેલી કંપનીઓમાં રિલાયન્સ જિયોનું નામ સામેલ નથી.

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જિયો ફરી એકવાર ટોચ પર આવી ગઇ છે. કંપનીની ઓક્ટોબર મહિનાની સરેરાશ ડાઉનલોડીંગ સ્પીડ 22.3 એમબીપીએસ રહી. ટ્રાઇના એક રિપોર્ટ અનુસાર Idea અપલોડ અપલોડીંગ સ્પીડના મામલે ટોચ પર રહ્યું છે.

રિપોર્ટસની માનીએ તો જિયોની દેશભરમાં 4જી સ્પીડ Airtelની સરખામણીમાં બેગણી વધુ રહી છે. Airtelની સ્પીડ 9.5 એમબીપીએસ પ્રતિ સેકેન્ડ રહી. આ આંકડા ઓક્ટોબર મહિનાના છે.

એક પ્રાઇવેટ કંપની ઓપનસિગ્નલ દ્વારા આપવામાં આવેલા નવેમ્બર મહિનાના રિપોર્ટમાં જણાવામાં આવ્યું કે 1 જૂન 2018થી 29ઓગસ્ટ વચ્ચે ભારતીય એરટેલ નેટવર્કની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 5.47 એમબીપીએસ,વોડાફોનની 5.2 એમબીપીએસ અને આઇડીયાની 4.92 એમબીપીએસ રહી.

4જી ઉપલબ્ધતાના મામલે રિલાયન્સ જિયોએ 22 ટેલિકોમ સર્કલમાં બીજી કંપનીઓને પાછળ મૂકી દીધી છે. તમામ 22 સર્કલમાં જિયોએ 4જી ઉપલબ્ધતામાં 96.7 ટકા સ્કોર કર્યો છે. 73.99 ટકા કવરેજ સ્કોર સાથે એરટેલ બીજા નંબરે, આઇડીયા 73.13 સ્કોર સાથે ત્રીજા અને વોડાફોન 73.59 ટકા સ્કોર સાથે ચોથા ક્રમે છે.

અપલોડની વાત કરીએ તો આ મામલે આઇડીયા નેટવર્ક બેસ્ટ સાબિત થયું છે. જેની ઓવર ઑલ અપલોડ સ્પીડ (4G અને3G) 2.88 એમબીપીએસ રહી જ્યારે 4જી નેટવર્ક સ્પીડની વાત કરીએ તો તે 3.97 એમબીપીએસ રહી. ઓવરઑલ 1.9 એમબીપીએસ સ્પીડ સાથે એરટેલ બીજા નંબર પર અને 2.31 એમબીપીએસ સ્પીડ સાથે વોડાફોન નેટવર્ક ત્રીજા નંબર પર છે.

Read Also

Related posts

ઝાલાવાડમાં કોરોનાનો અજગરી ભરડો: આટલા બધાં પોઝિટિવ કેસ આવતાં લોકોમાં ફફડાટ

Bansari

મોરબીમાં કોરોના વિસ્ફોટ: નોંધાયા અત્યાર સુધીના રેકોર્ડબ્રેક કેસ, ચિંતાજનક રીતે વધી રહ્યો છે આ આંક

Bansari

હોસ્પિટલમાંથી ગાયબ થયા કોરોના પોઝિટિવ વૃદ્ધ, સારવાર માટે ફરી દાખલ કરતાં મોતને ભેટ્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!