GSTV
Gujarat Government Advertisement

હવે ટીવી પરથી કરી શકશો વીડિયો કોલ, દેશની આ દિગ્ગજ કંપનીએ લોન્ચ કર્યો TVCamera

Last Updated on January 31, 2020 by Ankita Trada

રિલાયન્સ જિયોએ JioTVCamera ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. જિયો ફાઈબરની લોન્ચિંગની દરિયાન જિયોએ કહ્યું હતું કે, જિયો ફાઈબરના યૂઝર્સે જિયો ફાઈબર સેટટોપ બોક્સ થકી વીડિયો કોલિંગ કરી શકશો.

ટીવી થી કરો વીડિયો કૉલિંગ

જિયો ટીવી કેમરા એક ખૂબ જ નાની ડિવાઈસ છે, જેને ટીવી સાથે કનેક્ટ કરવામાં આવશે, ત્યારબાદ તમે તમારા ટીવીથી કોઈપણ વ્યક્તિને વીડિયો કોલ કરી શકશો. જિયો ટીવી કેમેરાને જિયોની વેબસાઈટથી ખરીદવામાં આવી શકે છે. જેની કિંમત માત્ર 2,999 રૂપિયા છે.

મળશે 1 વર્ષની વોરંટી

સાથે જ આ કંપની EMI ની સુવિધા પણ આપી રહી છે અને ત્રણ દિવસની અંદર આ કેમેરાની ડિલીવરી કરવાનું વચન આપી રહી છે. સાથે જ આ કેમેરામાં 1 વર્ષની વોરંટી પણ મળી રહી છે અને કોઈપણ પ્રકારની સમસ્યા થવા પર 7 દિવ,ની અંદર તમે રિપ્સેલ પણ કરી શકો છો.

વજન માત્ર 93 ગ્રામ

JioTVCamera ને ટીવીમાં એક કેબલ થકી જ કનેક્ટ કરવામાં આવશે. ત્યારબાદ આ કેમેરાની ટીવીની ઉપર રાખવામાં આવશે, જો કે, જિયો ટીવી કેમરા હાલમાં માત્ર જિયો ફાઈબર ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે. જિયો ટીવી કેમેરામાં 120 ડિગ્રી વાઈડ એન્ગલ છે. સાથે જઆ કેમેરાનું વજન 93 ગ્રામ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

RBIએ આ ત્રણ સહકારી બેંકોને ફટકાર્યો મોટો દંડ, જાણી લેવો શું તમારું તો ખાતું નથી

Damini Patel

ખાસ વાંચો/ રેશનકાર્ડ ધારકોને ઓછુ અનાજ આપીને હવે છેતરી નહીં શકે દુકાનદાર, સરકારે લીધો આ મોટો નિર્ણય

Bansari

તારાજી / એક જ દિવસમાં 70 ઈંચ વરસાદથી શાપુર થઈ ગયું હતું બરબાદ, લોકોએ 48 કલાક ઘરના છાપરે વિતાવ્યા હતા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!