GSTV

JIOએ લોન્ચ કર્યા 5 નવા ધમાકેદાર ક્રિકેટ પ્લાન્સ! ઘરે બેઠા જુઓ IPL અને મેળવો DISNEY+HOTSTARનું ફ્રી સબ્સક્રિપ્શન

Reliance Jio આઈપીએલ માટે 5 નવા ક્રિકેટ પ્લાન લોન્ચ કર્યા છે. આ રિચાર્જ પ્લાન પર મફતમાં ક્રિકેટ પ્રેમી ઘરે બેઠા આઈપીએલ જોવાની મજા મણી શકશે. જીયો ક્રિકેટ પ્લાન્સ (Jio Cricket Plan)માં ડેટા અને વોઈસ કોલિંગની સાથે 1 વર્ષ સુધી Disney+ Hotstar VIPનું મફત સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. Disney+ Hotstar એપની ફ્રી લાઈવ લીગ મેચ જોઈ શકે છે. જો વેલિડિટીની વાત કરવામાં આવે તો આ પ્લાન્સ પર એક મહિનાથી લઈને એક વર્ષ સુધીની વેલિડિટી છે. આ સબ્સક્રિપ્શનની કિંમત જ 401 રૂપિયાથી શરૂ છે. આવો જાણીએ તેના વિશે….

401 રૂપિયા વાળો પ્લાન

તમને જણાવી દઈએ કે જીયો ક્રિકેટ પ્લાનમાં 401 રૂપિયાથી શરૂ થઈને આ પ્લાન્સ 2599 રૂપિયા સુધીના છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે જેમાં પ્રતિદિવસ 3GB ડેટા મળશે.

499 રૂપિયા ડેટા એન્ડ ઓન પેક

આ ઉપરાંત JIOનું એક 499 રૂપિયા ડેટા એન્ડ ઓન પેક પણ છે. જેમાં 499 રૂપિયામાં JIOની તરફથી પ્રતિદિન 1.5GB ડેટા એન્ડ ઓન પેક મળશે. સાથે જ મળશે Disney+ Hotstar VIP સબ્સક્રિપ્શન. આ ડેટા એન્ડ ઓન પેકની વેલિડિટી 56 દિવસની છે.

JIO

598 રૂપિયા વાળા પ્લાન

ત્યાં જ 598 રૂપિયા વાળા પ્લાનમાં 2 જીબી ડેટા પ્રતિદિન મળશે. સાથે જ મળશે અનલિમિટેડ વોઈસ કોલિંગ અને એક વર્ષનું Disney+ Hotstar VIPનું સબ્સક્રિપ્શન મફત. આ રિચાર્જ પ્લાન 56 દિવસની વેલિડિટીની સાથે આવશે.

777 રૂપિયા વાળો પ્લાન

આ રિચાર્જ પ્લાન પર પ્રતિદિનના હિસાબથી 1.5GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. સાથે જ અનલિમિટેડ વોઈસ કોલિંગ અને એક વર્ષનું Disney+ Hotstar VIPનું સબ્સક્રિપ્શન પણ મળશે.

JIO

2599 રૂપિયા વાળો પ્લાન

જીયોનો સૌથી મોંઘો પ્લાન 2,599 રૂપિયાનો છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા મળશે. આ પણ એક ક્રિકેટ સ્પેશિયલ પ્લાન પેશ કરવામાં આવ્યો છે. જેની વેલિડિટી 1 વર્ષની છે. તેમાં તમને કુલ 720 જીબી ડેટા અને 12000 મિનિટ્સ મળે છે. તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં એક વર્ષ માટે DISNEY+ HOTSTAR VIPનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.

Read Also

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!