GSTV

Reliance Jio એ લોન્ચ કર્યુ મોબાઈલ વેબ, જાણો યુઝર્સને શું મળશે ફીચર્સ

JIO

Reliance Jio એ Jio Pages નામનો એક વેબ બ્રાઉઝર લોન્ચ ક્યુ છે. ખરેખર આ પહેલા Jio Browser હતું. જેને કોઈ ખાસ ટ્રેક્શન મળી શકશે નહી. હવે Jio Browser ની જગ્યાએ કંપની Jio Pages લઈને આવી છે. Jio Browser સરખામણીએ તેમાં ખૂબ ફેરફાર કરવામા આવ્યા છે.

વેબ બ્રાઉઝર પર ફોકસ કરવા માગે છે

કારણ કે, ચીની પોપ્યુલર વેબ બ્રાઉઝર UC બેન થઈ ચૂક્યુ છે. તેથી કંપનીને વેબ બ્રાઉઝર પર ફોકસ કરવા માગે છે. જેથી યૂઝર્સને પોતાની તરફ લાવી શકાય. Jio Pages માં 8 ભારતીય ભાષાઓનો સપોર્ટ કરી દેવામાં આવ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ બ્રાઉઝરની સાથે ડેટા પ્રાઈવેસી પર ફોકસ કરવામાં આવ્યુ છે.

યૂઝર્સને એનક્રિપ્ટેડ કનેક્શન મળશે

Jio Pages ને ખરેખર ક્રોમિયમ બ્લિંગ એન્જીન પર ડેવલપ કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યુ છે કે, ફાસ્ટ પેજ લોડ કરે છે. મીડિયા સ્ટ્રીમિંગ ઈફિશિએન્ટ છે અને યૂઝર્સને એનક્રિપ્ટેડ કનેક્શન મળે છે. સ્ટાન્ડર્ડ મોબાઈલ વેબ બ્રાઉઝરના કારણે તેમાં પણ તમે કોઈપણ સર્ચ એન્જીનને ડિફોલ્ટ બનાવી શકો છો. તેમા ડાર્ક થીમ પણ આપવામાં આવ્યુ છે.

ઈનકોગ્નિટો મોડ જેવા ફીચર્સ

Jio Pages માં પર્સનલાઈજડ કંટેટ મળશે. અહીંયા પોતાની દિલચસ્પીના હિસાબથી ટોપિક સિલેક્ટ કરી શકો છો. ફીડમાં આ લિહાજથી તમને ન્યૂઝ સ્ટોરી પણ દેખાશે. પ્રાઈવેસી અન સિક્યોરિટી બાબતમાં, તેમાં એંડ બ્લોકર, ઈનકોગ્નિટો મોડ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમાં હિન્દી, મરાઠી, તમિલ, ગુજરાતી, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ભાષાઓનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ માત્ર એન્ડ્રોયડ માટે ઉપલબ્ધ છે અને તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

READ ALSO

Related posts

સોનાક્ષી સિંહાએ શેર કરી ‘લેઝી સન્ડે’ની તસવીર, મળી લાખો લાઈક્સ

Bansari

શોલેના વીરુની જેમ પોતાની ‘બસંતી’ માટે 80 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો પતિ, પત્નીને પિયર જતી રોકવા આખુ ગામ લીધુ માથે

Bansari

જમ્મુ-કાશ્મીરમાં બરફના તોફાનમાં ફસાઈ પ્રવાસીઓની કાર, બીઆરઓની ટીમે મોતના મુખમાંથી કાઢ્યા બહાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!