Reliance Jio 4જી સ્માર્ટફોન પર મળી રહ્યું છે 2200 રૂપિયાનું કેશબેક

Reliance Jioએ ક્વિકરની સાથે પાર્ટનરશિપ કરી લીધી છે. આ ભાગીદારીનો સૌથી વધારે ફાયદો જિયો યૂઝર્સને મળશે. અહેવાલ છે કે ક્વિકર માર્કેટ પરથી જિયો ટેલિકૉમ પર ચાલતા સ્માર્ટફોનને ખરીદવાથી 2200 રૂપિયાનું ઈન્સ્ટન્ટ કેશબેક મળશે. જિયોની આ ઑફર ક્વિકર બજાર પર લાઈવ થઇ ગઇ છે અને અહીંથી યૂઝર્સ પ્રી-ઓન્ડ અને રીફર્બિશ્ડ ફોન ખરીદીને આ ઑફરનો લાભ ઉઠાવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ ઑફર ફક્ત 4જી સપોર્ટ કરતા સ્માર્ટફોન પર જ મળશે.
આ ઑફર ખાસ કરીને રીફર્બિશ્ડ 4G VoLTE સ્માર્ટફોન માટે છે. આ ફોનને ખરીદતા પહેલા એક વાતની પુષ્ટી કરી લો કે તે ફોન ક્વિકર એશ્યોર્ડ પ્રોગ્રામનો હિસ્સો છે કે નહીં. ફોન ખરીદ્યા બાદ ગ્રાહકોએ તેને જિયો નેટવર્ક પર એક્ટિવેટ કરવો પડશે અને ત્યારબાદ 198 રૂપિયા અને 299 રૂપિયાના પ્લાનથી રિચાર્જ કરાવવો પડશે. 198 રૂપિયાના પ્લાનમાં દરરોજ 2 જીબી 4જી ડેટાની સાથે અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળશે અને અહીં તેની વેલિડિટી 28 દિવસ સુધી રહેશે. જો 299 રૂપિયાવાળા પ્લાનની વાત કરીએ તો તેમાં 3 જીબી દરરોજ ડેટાની સાથે અનલિમિટેડ કૉલિંગ અને 28 દિવસની વેલિડિટી છે. જે યૂઝર્સની પાસે પહેલેથી જિયો ક્નેક્શન નથી તેઓ નવુ જિયો ક્નેક્શન લઇને આ કેશબેક ઑફરનો ફાયદો ઉઠાવી શકે છે.
આ બંને પ્લાનમાંથી કોઈ પણ પર જો ગ્રાહક પોતાનો નંબર રીચાર્જ કરાવશે તો તેને મળતુ 2200 રૂપિયાનું કેશબેક તાત્કાલિક MyJio એપના માધ્યમથી તેના એકાઉન્ટમાં ક્રેડિટ થઇ જશે. ઉલ્લેખનીય છે કે, આ ઑફર ફક્ત એવી ડિવાઈસ પર મળશે, જેને 29 નવેમ્બર 2017 થી 25 ફેબ્રુઆરી 2018ની વચ્ચે ખરીદવામાં આવ્યા છે.
READ ALSO
- Jioની ધૂમ : એરટેલ-વોડાફોન-આઇડિયા યુઝર્સને રડાવ્યાં, Jio ફરી બન્યુ નંબર વન
- Note 7ની રાહ જોઈને થાક્યા છો? તો Xiaomiનો આ સ્માર્ટફોન થઈ રહ્યો છે લોન્ચ, કિંમત અને ફિચર્સ છે જોરદાર
- એક વાર ચાર્જ કરવા પર 50 દિવસ કામ કરશે આ સ્માર્ટફોન, ફિચર્સ જોઇને Xiaomiના સ્માર્ટફોન્સ પણ ભૂલી જશો
- 48MP કેમેરા વાળો સ્માર્ટફોન માત્ર 10,000 રૂપિયામાં થશે લૉન્ચ, 2 દિવસ સુધી ચાલશે બેટરી
- આતુરતાનો અંત: 28 ફેબ્રુઆરીએ લૉન્ચ થશે 48MP વાળો Redmi Note 7, કિંમત જાણીને ખુશ થઇ જશો