Jio હેપ્પી ન્યૂ યર ઑફર : જો જો રહી ના જતાં, કંપની કરાવી રહી છે આટલા રૂપિયાનો ફાયદો

રિલાયન્સ જિયોએ ફરી એકવાર હેપ્પી ન્યૂયર ઑફર લૉન્ચ કરી છે. આ ઑફરમાં જિયો યુજર્સને રિચાર્જ પર 100 ટકા કેશબેક મળશે. તેના માટે તમારે 399 રૂપિયાનું રિટાર્જ કરાવવું પડશે. આ કેશબેક રિલાયન્સ જિયોના AJIO કૂપન તરીકે આપવામાં આવશે એટલે કે તમે તેને AJIOની વેબસાઇટ પર તમે કોઇપણ ખરીદી માટે તેને યુઝ કરી શકો છો.

આ ઑફરનો લાભ લેવા માટે સૌપ્રથમ ગ્રાહકે પોતાના જિયો નંબર પર 399 રૂપિયાનું રિચાર્જ કરાવુ પડશે. રિચાર્જ કરાવાની સાથે જ જિયો તમને AJIOની કૂપન આવશે જે AJIOની વેબસાઇટ પર MyCoupon સેક્શનમાં ઉપલબ્ધ હશે. જો કે આ કૂપન યુઝ કરવા માટે તમારે AJIO પરથી 1000 રૂપિયાની શોપિંગ કરવી પડશે. એટલે કે જો તમે 1000 રૂપિયાની શૉપિંગ કરો તો આ કૂપનને રીડીમ કરવા પર તમારે 599 રૂપિયા જ ચુકવવા પડશે.

જિયો હેપ્પી ન્યૂ યર ઑફર રિલાયન્સ જિયોના જૂના અને નવા બંને કસ્ટમર્સ માટે છે. આ ઑફરની શરૂઆત થઇ ચુકી છે અને આ ઑફર 31 જાન્યુઆરી સુધી માન્ય ચે. જો કે 399 રૂપિયાની AJIO કૂપનને તમે 15 માર્ચ 2019 સુધી રીડીમ કરી શકો છો.

શું છે AJIO

જો તમે AJIO વિશે ન જાણતા હોય તો જણાવી દઇએ કે આ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ફેશન બેઝ્ડ ઇ-કોમર્સ પ્લેટફોર્મ છે જેની શરૂઆત 2016માં થઇ હતી. અહી તમે ઓનલાઇન શૉપિંગ કરી શકો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter