દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની જીયોએ સ્નૈપચેટ ઈંક સાથે મળીન યૂઝર્સ માટે એક રચનાત્મક ચેલેન્જ ‘Jio’s Got Talent’ લોન્ચ કરી છે. આ ઈન્ડિયાની પ્રથમ 10 સેક્ન્ડવાળી ક્રિએટીવ ચેલેન્જ છે. જેમાં જીત મેળવનાર પ્રતિસ્પર્ધીને થાઈલેન્ડ જવાની તક આપવામાં આવી રહી છે. આ ચેલેન્જ થકી સ્નૈપચેટ યૂઝર્સ શાનદાર અને ક્રિએટીવ રીતે પોતાની કળાનું પ્રદર્શન કરી શકે છે.

શું છે Jio’s Got Talent ચેલેન્જ?
- આ ચેલેન્જમાં ભાગ લેવા માટે તમારા ફોનમાં સ્નૈપચેટ ઈન્સ્ટોલ હોવું જરૂરી છે. યૂઝર્સે https://www.jio.com/en-in/jios-got-talent પર જઈને સ્નૈપ આઈડીને સ્કેન અથવા ક્લિક કરવું પડશે, ત્યારબાદ Jio’s Got Talent લેન્સ અનલોક થઈ જશે.
- Jio અને સ્નૈપચેટે Snapchat Lens બનાવ્યું છે. જેમાં યુઝર્સ જુદા-જુદા પ્રોપ્સ જેવા માઈક, હેટ, હેડફોન અને લાઈટ રિંગને સિલેક્ટ કરી શકે છે.
- આ ચેલેન્જમાં ભાગ લેવા માટે યૂઝર્સને સ્નૈપચેટ પર Jio’s Got Talent લેન્સનો વપરાશ કરવા પર 10 સેકન્ડનો વીડિયો રેકોર્ડ કરવો પડશે, જેમાં તેઓ પોતાનું ટેલેન્ટ બતાવી શકશે.
- ત્યારબાદ પ્રતિસ્પર્ધીએ પોતાના Snapchat અને Snapcode યુઝરનેમને વીડિયોમાં લખવો પડશે અને તેમને સ્નૈપચેટની ‘Our Stroy’માં અપલોડ કરવાનો રહેશે, જેથી આ વીડિયો બધાને દેખાઈ શકે.
- આ ચેલેન્જમાં સૌથી મજેદાર અને ક્રિએટીવ કન્ટેટવાળા પ્રતિસ્પર્ધીને જીયો તરફથી ઈનામ આપવામાં આવશે.

માત્ર આ દિવસ સુધી છે ચેલેન્જ
કંપનીએ આ ચેલેન્જની શરૂઆત 26 જાન્યુઆરી 2020 ના દિવસથી કરી છે અને તેની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી 2020 છે.


જીત મેળવનારને થાઈલેન્ડ જવાની તક
જીત મેળવનાર એક પ્રતિસ્પર્ધીને બે લોકો માટે થાઈલેન્ડની ટ્રીપ મળશે. તે સિવાય બાકી રહેલા સ્પર્ધકોને ઈનામ તરીકે જિયો રિચાર્જ ઓફર આપવામાં આવશે.
READ ALSO
- હવે ઉઘાડું પડશે ચીન: વુહાન વાયરોલોજી લેબની પોલ ખુલી, ચામાચીડિયા પર રિસર્ચને લઈને અમેરિકાના સવાલ
- ગુજરાતને ભેંટ/ સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશ સાથે જોડાશે, પીએમ મોદી આજે 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી
- હિમવર્ષા અને કોલ્ડવેવ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા, 4.1ની તીવ્રતાએ ધરા ધ્રુજી
- મહારાષ્ટ્રમાં ‘દશેરાના દિવસે જ ઘોડો ના દોડ્યો’: વેક્સિનેશન 18 જાન્યુઆરી સુધી સ્થગિત, એપમાં સામે આવી ભેદી ખામી
- કોવેક્સિનની અસરકારક્તા સામે સવાલો થયા ઊભા, દિલ્હીની આરએમએલ હોસ્પિટલના ડોક્ટરો કોવેક્સિન લેતા અચકાયા!