GSTV
Home » News » Jio યુઝર્સ આનંદો! હવે Freeમાં મળશે Jio ગીગા ફાઇબરની સર્વિસ, જાણો શું છે ઑફર

Jio યુઝર્સ આનંદો! હવે Freeમાં મળશે Jio ગીગા ફાઇબરની સર્વિસ, જાણો શું છે ઑફર

bsnl loss

 મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોના બ્રોડબેન્ડ જિયો ગીગા ફાઈબરની સેવા ફક્ત 2,500 રૂપિયાના રિફંડેબલ ડિપોઝિટ પર મેળવી શકાશે. આ ફાઈબર-ટૂ-હોમ બ્રોડબેન્ડ સર્વિસ માટે પહેલા કંપનીએ 4,500 રૂપિયાના રિફંડેબલ ડિપોઝિટ ચાર્જ નક્કી કર્યો હતો પરંતુ તેમાં 2000 રૂપિયાનો કાપ મૂકવામાં આવ્યો છે.

જો કે અત્યાર સુધીમાં જિયો ગીગાફાઈબર બજારમાં આવ્યું નથી પરંતુ કંપનીના પ્રિવ્યુ ઓફર હેઠળ તેને દેશમાં અનેક જગ્યાઓ પર ગ્રાહકોને આપવામાં આવી રહ્યા છે. આ પ્રિવ્યુ ઓફરમાં જિયો ગીગા ફાઈબરને સેવાઓ મફત મળશે, પરંતુ કનેકશન લેવા માટે યૂઝર્સે 2,500 રૂપિયા જમા કરાવવાના રહેશે જે બાદમાં તેમને પાછા મળી જશે.

જિયો ગીગાફાઈબર સેવામાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. જિયો ગીગાફાઈબર પ્રિવ્યુ ઓફરમાં તમને 2.4 ગીગાહર્ટ્ઝ પર ઓપરેટ કરનારા સિંગલ બેન્ડ વાયરલેસ રાઉટર મળશે. આ કનેકશન એવા વાયરલેસ મોડ્યૂલ સાથે કામ નહિ કરી શકે જે 5ghz પર ઓપરેટ કરે છે. સ્માર્ટફોન, નોટબુક, કોમ્પ્યુટર, ટેલિવિઝન સહિત મોટાભાગના ડિવવાઈસેઝ 5Ghz અને 2.4 Ghz બેન્ડને સપોર્ટ કરે છે, પરંતુ 5Ghz બેન્ડને વધુ સારું માનવામાં આવે છે.

Jio tariff plan

ઓફરના રિફંડેબલ ડિપોઝિટ ઘટાડવા સાથે કંપનીએ પ્લાનમાં મળતી સ્પીડને પણ ઓછી કરી દીધી છે. બેન્ડવિડ્થને 50Mbps થી ઓછી કરી 100Mbps કરવામાં આવેલ છે. આ સિવાય 4,500 રૂપિયા અને 2,500 રૂપિયાના પ્રિવ્યૂ ઓફરમાં કોઇ ફરક નથી. બંનેમાં યૂઝર્સને મહિને 1,000 જીબી ડેટા મળશે.

બ્રોડબેન્ડના બંને પ્રિવ્યુ પ્લાન દર મહિને મફતમાં રિન્યુ થશે. જો કે બંને ઓફર્સમાં ડેટા અને વેલિડિટી પ્લાન અલગ હોવાની સંભાવના છે. મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો પોતાની ગીગા ફાઈબર સર્વિસને દેશના 1,600 શહેરોમાં લોન્ચ કરશે.

Read Also

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!