GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

Jioનો ધડાકો : 3 મહિના સુધી Free મળશે 100 GB ડેટા, જાણો શું છે ઑફર

jio-gigafiber

જો તમે પણ રિલાયન્સ Jioજિયોની બ્રોડબેન્ડ સર્વિસ જિયો ગીગાફાયબરની રાહ જોઇ રહ્યાં હોય તો તમારા માટે એક મોટી ખબર છે. મીડિયા રિપોર્ટસ અનુસાર રિલાયન્સ જિયો ટૂંક સમયમાં જિયો ગીગા ફાયબર સર્વિસ શરૂ કરવા જઇ રહ્યું છે અને તેના માટે કંપની તમા બ્રોડબેન્ડ પ્લાન લૉન્ચ કરશે.

જણાવી દઇએ કે જિયોએ પહેલાં જ જણાવ્યું હતું કે તેણે ગીગાફાયબરની ઉમદા કનેક્ટિવીટી માટે ડેન, હેથવે અને ડેટાકોમ સાથે પાર્ટનરશીપ કરી છે. તેવામાં હવે એક અહેવાલ અનુસાર જિયો પાસે પહેલાંથી જ ડેન નેટવર્કનો 66 ટકા હિસ્સો છે અને હવે જિયોએ ડેનના 5.17ના શેર ખરીદી લીધાં છે.

જો કે હજુ સુધી જિયોએ સત્તાવાર દોરણો બ્રોડબેન્ડ પ્લાનને લઇને કોઇ જાણકારી આપી નથી પરંતુ લીક રિપોર્ટની માનીએ તો ગીગાફાયબર સેવા 3 મહિનાની ફ્રી સર્વિસ સાથે લૉન્ચ થશે.

હજુ સુધીની લીક રિપોર્ટ અનુસાર જિયોના પ્રીવ્યૂ ઑફરમાં કંપની 90 દિવસ સુધી તમને હાઇ સ્પીડ ઇન્ટરનેટ આપશે અને દર મહિને તમને 100 જીબી ડેટા ફ્રી મળશે. સાથે જ તમને ફ્રીમાં જિયોના પ્રિમિયમ એપ્સનું સબસ્ક્રીપ્શન પણ મળશે.

આ પ્રીવ્યુ ઓફર હેઠળ મહિનાના 100 જીબી ડેટા પૂરો થયા બાદ પણ તમે હાઇસ્પીડ ઇન્ટરનેટ યુઝ કરી શકશો. તેના માટે કંપની તમને ફ્રી 40 જીબી ડેટા આપશે જે તમને માય જિયો એપ અથવા જિયોની વેબસાઇટ પર જોવા મળશે.

જિયોના ગીગાફાયબર સેવા માટે કંપની હાલ કોઇ ઇન્સ્ટોલેશન ચાર્જ નહી લે. જો કે ગ્રાહકોએ સિક્યોરિટી માટે 4500 રૂપિયા આપવા પડશે. સાથે જ તમને જણાવી દઇએ કે તમે કેશમાં પેમેન્ટ ન કરી શકો.

jio offers

તેના માટે તમારે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, જિયો મની અથવા પેટીએમ એપ્સથી જ કરવાનું રહેશે. 90 દિવસ ગીગાફાયબર યુઝ કર્યા બાદ તમે 4500 રૂપિયા પરત મેળવી શકો છો, જો કે સાથે જ તમારે ઘરે ઇન્સ્ટોલ તમામ ડિવાઇસીસ પરત કરવી પડશે.

Read Also

Related posts

હાથીની હત્યા કરવા બદલ IPCની આ ધારા મુજબ મળશે સજા, લાગુ થશે આ એક્ટ

Nilesh Jethva

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટને પરેશાન કરવા આઇએસઆઇના માણસો કરી રહ્યા છે આવી હરકતો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!