GSTV
Home » News » Jio Giga Fiber લેવાની ઇચ્છા હોય તો આ મહત્વની બાબતો જાણી લો, ફાયદામાં રહેશો

Jio Giga Fiber લેવાની ઇચ્છા હોય તો આ મહત્વની બાબતો જાણી લો, ફાયદામાં રહેશો

bsnl loss

 Jio GigaFiber બ્રોડબેન્ડ કનેક્શન માટે 15 ઓગસ્ટ 2018થી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ સર્વિસને પણ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. હવે કંપનીના માલીક મુકેશ અંબાણીની તરફથી એક નિવેદન આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે, આ સર્વિસને 1600 શહેરોમાં વિસ્તારવામાં આવી રહી છે. આ બ્રોડબેન્ડ સર્વિસ તે પ્લેટફોર્મ પર કામ કરે છે જે FTTH કનેક્ટિવિટીનો ઉપયોગ કરે છે. જોકે આ સર્વિસને યુઝર્સ તરફથી ઘણો પ્રતિસાદ મળ્યો છે. અમે તમને આ સર્વિસ અંગે કેટલીક મહત્વની બાતો જણાવી રહ્યા છીએ.

Jio GigaFiber લેતા પહેલા જાણી તો આ બાબતો

  • આ સર્વિસને મુખ્ય શહેરોમાં પ્રીવ્યૂના આધારે ઉપલબ્ધ કરાવા આવી હતી. આ સર્વિસને હવે 1600 શહેરોમાં વિસ્તારવામાં આવી રહી છે. જો તમે તે શહેરોમાં નથી રહેતા તો તેનો ઉપયોગ કરી શકશો નહીં. જો Jio GigaFiber તમારા વિસ્તારમાં ઉપલબ્ધ નથી તો તમને આ સર્વિસનો લાભ મળશે નહીં. તમે હેલ્પલાઈન નંબર પર કોલ કરી આ વાતની જાણકારી મેળવી શકો છો.
  • Reliance Jioની ટેલિકોમ સર્વિસની જેમ આ સર્વિસ પણ શરૂઆતમાં મફતમાં આપવાની આવી શકે છે, પણ તે માટે યુઝર્સે 4,500 રૂપિયા આપવા વડશે. આ રકમ Jio GigaFiber રાઉટર માટે હશે. તમને જણાવી દઈએ કે, આ રકમ પરત મળવા પાત્ર છે.
  • Jio GigaFiber એક અલ્ટ્રા-ફાસ્ટ FTTH સર્વિસ છે. કંપની આના દ્વારા વાયર્ડ લેન્ડલાઈનને એક્સટેન્ડ કરવા પર પણ વિચારી રહી છે. આવનારા સમયમાં Jio TV સર્વિસ પણ Jio GigaHubની સાથે કનેક્ટ થઈ શકશે. આ સર્વિસ Jioના કર્મચારીઓ માટે ઉપલબ્ધ થઈ ગઈ છે. તો ટૂંક સમયમાં યુઝર્સ માટે પણ આ સર્વિસ ઉપલબ્ધ કરવામાં આવી શકે છે.
  • જોકે સ્માર્ટ હોમ સર્વિસની પ્લાનિંગ હાલ ચાલી રહી છે. કંપની તે માટે એક suite લઈને આવશે જેનાથી Jioની બ્રોડબેન્ડ સેવા દ્વારા Jio સ્માર્ટ-હોમ સર્વિસ અને સાધનોને કનેક્ટ કરવામાં આવી શકે. મુકેશ અંબાણી અગાઉ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં કંપની Jio SmartHome Accessories suite લાવવાની યોજના બનાવી રહી છે, જેમાં ઓડિયો-વિડિયો ડોંગલ, સ્માર્ટ સ્પીકર, વાઈ-ફાઈ, એક્સટેન્ડર, સ્માર્ટ પ્લગ અને સુરક્ષાને લગતા ઉત્પાદન સામેલ હશે.

Read Also

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah

આઈસીસી ઓલ-રાઉન્ડર્સનાં રેન્કિંગમાં મોટો ફેરફાર, હવે આ ખેલાડી છે નંબર 01

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!