GSTV
Home » News » Jio Giga Fiber: 3 મહિના સુધી Free મળશે આટલા GB હાઇસ્પીડ ડેટા, જાણો શું છે પ્રીવ્યૂ ઑફર

Jio Giga Fiber: 3 મહિના સુધી Free મળશે આટલા GB હાઇસ્પીડ ડેટા, જાણો શું છે પ્રીવ્યૂ ઑફર

કેટલાંક મહિનાઓ અગાઉ જિયોએ ફાઇબર આધારિત બ્રોડબેન્ડ સર્વિસ Jio GigaFiberનું એલાન કર્યુ છે. જો કે આ લિમિટેડ યુઝર્સ પાસે છે અને હજુ તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ પ્રિવ્યુ ઑફર હેઠળ 100 Mbpsની સ્પીડ આપવામાં આવી રહી છે. તેની વેલીડીટી 90 દિવસની છે અને તેમાં 100GB ડેટા આપવામાં આવશે. આ ઉપરાંત આ ઑફર અંતર્ગત કંપની જિયોની અન્ય સબ્સ્કીપ્શન બેઝડ એપ્સ પણ ફ્રી આપી રહી છે.

આ ઑફરમાં શું છે ખાસ

Jio GigaFiber પ્રીવ્યૂ ઓફરમાં જેટલા પણ નવા કનેક્શન આપવામાં આવશે તેમા કૉમ્પ્લીમેન્ટ્રી 100mbpsની સ્પીડની સાથે 100GB પ્રતિ મહિનાના ડેટા 3 મહિના સુધી ફ્રીમાં આપવામાં આવશે અને જો યૂઝર 100GB ડેટાનો ક્વૉટા પૂરો કરી દેશે તો તેણે હાઇ સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ મળશે. કંપની તરફથી 40GB કૉમ્પિમેન્ટરી ડેટા આપવામાં આવશે જે તે MyJio અથવા Jio.com પરથી ક્લેઇમ કરી શકાશે.

જણાવી દઇએ કે હાલ Jio GigaFiberની પીવ્યૂ ઑફર ચાલી રહી હોવાથી ઇન્સ્ટોલેશન માટે કોઇ જ ચાર્જ આપવાની જરૂર નથી.

Jio GigaFiberનું કનેક્શન લેવા માટે ONT ડિવાઇસ માટે 4500 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ તરીકે ભરવાના રહેશે જે રિફન્ડેબલ છે. આ રકમ તમારે ડેબિટ કાર્ડ, ક્રિડેટ કાર્ડ, જિયો મની અને પેટીએમ દ્વારા ચૂકવવાની રહેશે.

અત્યારે તમામ Jio GigaFiber સર્વિસિસ પ્રીપેઇડ છે. કંપની આવનારા નજીકના સમયમાં કંપની Jio GigaFiber પોસ્ટ પેઇડ લોન્ચ કરવાના પ્લાનિંગમાં છે.

આ સર્વિસમાં રસ ધરાવતા ગ્રાહકોને રિલાયન્સ જિયો સ્ટોર પર જવાનું રહેશે અને તેમના એરિયામાં પ્રીવ્યૂ ઑફરની અવેલિબિલિટી ચેક કરાવવાની રહેશે.

કંપની અનુસાર, Jio GigaFiberનું ટેસ્ટિંગ દેશના આશરે 900 શહેરોમાં ચાલી રહ્યુ છે. આમાં NCRના ઘણા એરિયાનો પણ સમાવેશ થાય છે. ઘણા ઑનલાઇન રિપોર્ટ્સ અનુસાર, પ્રથમ તબક્કામાં Jio GigaFiber દેશના 29 શહેરોમાં લૉન્ચ કરાશે. આ શહેરોમાં બેંગલુરુ, ચેન્નઈ, પુણે, લખનઉ, કાનપુર, રાયપુર, નાગપુર, ઇન્દોર, નાસિક, થાણે, ભોપાલ, ગાઝિયાબાદ, લુઘિયાણા, કોયમ્બતુર, આગ્રા, મદુરાઈ, ફરીદાબાદ, મેરઠ, રાજકોટ, શ્રીનગર, અમૃતસર, પટના, અલાહાબાદ, રાંચી, જોધપુર, કોટા, ગુવાહાટી, ચંદીગઢ, સોલાપુર.

જણાવી દઇએ કે ભારતમાં ઇન્ટરનેટ ઉપયોગ કરવાની રીત સંપૂર્ણ રીતે બદલવાની તૈયારીમાં છે. ઓગસ્ટ 2018માં કંપનીના માલિક મુકેશ અંબાણી એ પોતાના આ ડ્રીમ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. હાઇ સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ પર રિલાયન્સ પોતાના યૂઝર્સને પ્રીવ્યૂ ઑફર આપી રહ્યુ છે.

શું છે Jio Gigafiber

Jio Gigafiber ફાઇબર ટુ ધ હોમ એટલે કે FTTH પર આધારિત છે. FTTHનો અર્થ એ છે કે જો તમારે ઇન્ટરનેટની સર્વિસ જોઇએ તો તમારા ઘર સુધી એક કેબલ આપવામાં આવશે. હાલ જે કેબલ દ્વારા તમને ઇન્ટરનેટ મળે છે તેનાથી આ પ્રકારની સ્પીડ ન મળી શકે.

Read Also

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar