રિલાયન્સ Jio યુઝર્સ માટે મોટી ખુશખબર છે. કંપની યુઝર્સને ફ્રીમાં 2 જીબી એક્સ્ટ્રા ડેલી ડેટા આપી રહી છે. દરરોજ 2 જીબી એક્સ્ટ્રા ડેટાનો ફાયદો યુઝર્સને વર્તમાન પ્લાનમાં ઑફર કરવામાં આવી રહ્યો છે. કંપનીએ ગત મહિને 2 જીબી ડેલી બેનિફિટ ઑફર વાળા Jio Data Packને લૉન્ચ કર્યો હતો. આ ડેટા પેકને કંપનીએ માર્ચના અંતમાં યુઝર્સના એકાઉન્ટમાં ક્રેડિટ કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર, હવે ફરી એકવાર કંપની યુઝર્સને ચાર દિવસની વેલીડીટી સાથે દરરોજ 2 જીબી એક્સ્ટ્રા ડેટા ફ્રીમાં આપી રહી છે.

27 એપ્રિલથી એકાઉન્ટમાં થઇ રહ્યો છે ક્રેડિટ
Jio ડેટા પેક અંતર્ગત કંપની દરરોજ 2 જીબી એક્સ્ટ્રા ડેટા આપી રહી છે. કંપનીએ એક્સ્ટ્રા ડેટાને 27 એપ્રિલથી યુઝર્સના એકાઉન્ટમાં ક્રેડિટ કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાંક યુઝર્સના એકાઉન્ટમાં આ 28 એપ્રિલના રોજ પણ ક્રેડિટ થયો છે. એકાઉન્ટમાં એસ્ક્સ્ટ્રા ડેટા ક્રેડિટ કરવામાં આવ્યાં બાદ તે ચાર દિવસ માટે વેલિડ રહે છે.
ઑફર દરમિયાન યુઝર્સને દરરોજ 2 જીબી એક્સ્ટ્રા ડેટા મળી રહ્યો છે. માની લો કે તમારા જિયો નંબર પર 599 રૂપિયાનો પ્લાન એક્ટિવ છે, જે ડેલી 1.5 જીબી ડેઆપે છે. તો આ ઑફર અંતર્ગત તમને દરરોજ મળતો કુલ ડેટા 3.5 જીબી થઇ જશે.

2017માં આવી હતી આવી જ ઓફર
Jioએ તેની પહેલાં વર્ષ 2017માં એનિવર્સરી સેલિબ્રેશન તરીકે યુઝર્સને ફ્રીમાં 2 જીબી ડેટા આપ્યો હતો. આ ઑફરમાં ત્રણ મહિના સુધી સતત યુઝર્સને 8 જીબી ડેટાનો ફાયદો થયો હતો. કંપની આવી જ ધાંસૂ ઑફર ફરી એકવાર યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવી છે.
My Jio એપમાં ચેક કરો
ધ્યાન આપવા જેવી વાત એ છે કે કંપની આ ઑફર સિમિત યુઝર્સ માટે લઇને આવી છે. તેવામાં કોના એકાઉન્ટમાં 2 જીબી ડેલી ડેટા ક્રેડિટ થશે તેની પસંદગી રેન્ડમ થશે. તેવામાં તમને ચાર દિવસ સુધી દરરોજ 2 જીબી એક્સ્ટ્રા ડેટા મળશે કે નહી તે કન્ફર્મ નથી. જો કે તેનો અર્થ એ નથી કે કંપનીની આ ઑફર નકલી છે. યુઝર માય જિયો ડેટા પેકની ઉપલબ્ધતાને ચેક કરી શકો છો.
Read Also
- Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત
- India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો