GSTV
Gujarat Government Advertisement

Jioએ લૉન્ચ કરી ટૅલિકૉમ ઇતિહાસની સૌથી મોટી ઑફર, 31 માર્ચ સુધી મળશે ફાયદાઓ

Last Updated on February 17, 2018 by

લોન્ચ થતાની સાથે જ ધમાલ મચાવી દેનાર Jio આ વખતે એવી ઓફર રજૂ કરી છે કે જે કોઇપણ બીજી ટેલિકોમ કંપનીઓને વિચારવા પર મજબૂર કરી દેશે. Jioએ ભારતમાં વેચાતા તમામ કંપનીઓના સ્માર્ટફોન સાથે 2200 રૂપિયાના કેશબેકની જાહેરાત કરી છે. એટલે હવે જો તમે 15 ફેબ્રુઆરીથી 31 માર્ચ 2018 વચ્ચે કોઇપણ સ્માર્ટફોન ખરીદો છો તો ગ્રાહકને 2200 રૂપિયાનું કેશબેક મળશે. બીજા શબ્દોમાં કહીએ તો જો તમે 6999 રૂપિયાનો ફોન ખરીદો છો તો કેશબેક બાદ તે ફોનની કિંમત 4799 રૂપિયા થઇ જશે. હવે અહીં જાણો શું છે ઓફર.

શું છે Jioનો ફુટબોલ ઓફર અને કેવી રીતે મળશે 2200 રૂપિયાનું કેશબેક

સૌથી પહેલા તમને જણાવી એ કે કંપનીએ આ ઓફરને ફુટબોલ ઓફર નામ આપ્યું છે. જે હેઠળ 15 ફેબ્ર્રુઆરીથી 31 માર્ચ 2018 વચ્ચે Jio નેટવર્કથી જોડતા તમામ નવા સ્માર્ટફોન પર કંપની 200 રૂપયાનું ઇન્સ્ટન્ટ કેશબેક આપશે. તેના માટે તમારે નવા ફોનમાં Jio સિમમાં પહેલા 198 રૂપિયા અથવા 299  રૂપિયાનું રિચાર્જ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે 50 રૂપિયાનું 44 રિચાર્જ વાઉચર મળશે. જે તમારા માય જિયો એપમાં જમા થઇ જશે. જિયો ફુટબોલ ઓફર વર્તમાન અને નવા બન્ને પ્રકારના જિયો યુઝર્સ માટે નવા સ્માર્ટફોન ખરીદી કરનાર પર કામ કરશે.

કઇ કંપનીઓના સ્માર્ટફોન પર મળશે કેશબેક?

દેશમાં વેચાતા લગભગ તમામ સ્માર્ટફોન પર આ ઓફર લાગૂ થશે, પરંતુ સ્માર્ટફોનમાં 4G સપોર્ટ હોવું જરૂરી છે. આ લીસ્ટમાં LYF, Samsung, Xiaomi, Motorola, Micromax, Huawei, Nokia, 10.or (Amazon), Blackberry, Asus, Panasonic, LG, Intex, Alcatel, Comio, Jivi, Celkon, Swipe, Ziox, Zen, iVoomi અને Centric ના સ્માર્ટફોન્સ સામેલ છે.

Gujarat Government Advertisement

Related posts

7 બોલરો મળીને પણ તેને આઉટ ન કરી શક્યા, 36 વર્ષના આ ખેલાડીએ 66 મિનિટ રમીને સિદ્ધ કરી દીધી જીત

Pritesh Mehta

વસ્ત્રાપુરમાંથી ધોળે દિવસે થયેલા અપહરણનો ભેદ પોલીસે ગણતરીનાં કલાકોમાં ઉકેલ્યો, આરોપીને ઝડપી કાર્યવાહી કરી શરૂ

pratik shah

Travel Insurance શું છે? જો તમે કોઈ ટૂરની યોજના બનાવી લીધી છે અથવા રવાના થવાની તૈયારીમાં છો, તો જાણી લો કે આ શા માટે મહત્વપૂર્ણ છે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!