GSTV
Business Trending

જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસે પ્રથમ બોન્ડ ઇશ્યૂ માટે મર્ચન્ટ બેન્કર્સ સાથે વાતચીત શરૂ કરી

રિલાયન્સ ગ્રુપની જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ તેના પ્રથમ બોન્ડ ઇશ્યૂ માટે મર્ચન્ટ બેન્કર્સ સાથે પ્રારંભિક વાટાઘાટો કરી રહી છે, એમ ચાર બેન્કરોએ સોમવારે રોઇટર્સને જણાવ્યું હતું.

ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ક્વાર્ટર જાન્યુઆરી-માર્ચ 2024 જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રથમ બોન્ડ ઈશ્યુ કરી શકે છે. આ બોન્ડ દ્વારા કંપની રૂ. 5,000 કરોડથી 10 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી શકે છે.

ઑગસ્ટમાં લિસ્ટ થયેલી કંપની બજાજ ફાઇનાન્સની સાથે સ્પર્ધા કરીને, ઑટો, હોમ લોન અને અન્ય પ્રોડક્ટ્સ સહિત, ઝડપથી વિકસતા માર્કેટમાં સંપૂર્ણ-સેવા નાણાકીય સેવા ફર્મ તરીકે પોતાને સ્થાપિત કરવાની યોજના ધરાવે છે.

સોમવારે શેર લાલ નિશાને બંધ થયો

Jio Financial ને તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી અલગ કરીને શેરબજારમાં લિસ્ટ કર્યું છે. ઓગસ્ટમાં લિસ્ટિંગ બાદ તેના શેરની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી તેનો હિસ્સો લગભગ 13.50 ટકા નીચે છે. સોમવારે ટ્રેડિંગ સમાપ્ત થયા પછી, Jio ફાઇનાન્સિયલ સર્વિસિસના શેર 2.40 ટકા ઘટીને રૂ. 215.50 પર બંધ થયા હતો.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/DCLVsJD2PZ5ErOcMqtduna

GSTVની એપ ડાઉનલોડ કડવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

READ ALSO

Related posts

ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ

Nelson Parmar

સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…

Rajat Sultan

2023માં પ્રથમ છ મહિનામાં જ 42,000 લોકોએ કેનેડા છોડ્યું, જાણો શું છે કારણ

Hardik Hingu
GSTV