GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

Jio GigaFiber: Free LED TV જરૂર મળશે, પણ ચુકવવી પડશે આટલી કિંમત

રિલાયન્સ જિયોની ફાઇબર સર્વિસ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. 5 સપ્ટેમ્બરના રોજ જિયો ફાઇબર દેશભરમાં લૉન્ચ કરવામાં આવશે. જિયોએ પોતાની ફાઇબર સર્વિસ માટે 700 રૂપિયાથી લઇને 10 હજાર રૂપિયા સુધીના પ્લાનની રેન્જ મુકી છે.  જો કે લોકો સૌથી વધુ આતુર ફ્રી LED ટીવી અને 4K રેઝોલ્યુશન વાળા સેટટૉપ બૉક્સ માટે છે.

રિલાયન્સની વાર્ષિક જનરલ મીટીંગ દરમિયાન જ સ્પષ્ટ થઇ ગયું હતું કે ફાઇબર સર્વિસમાં ઓછામાં ઓછી 100Mbpsની સ્પીડ મળશે. આ ઉપરાંત કંપનીના સૌથી ઓછી કિંમતનો પ્લાન લેવા માટે યુઝર્સે ઓછામાં ઓછા દર મહિને 700 રૂપિયા ખર્ચ કરવા પડશે. રિલાયન્સ પોતાની ફાઇબર સર્વિસમાં યુઝર્સને LED ટીવીની સાથે બ્રોડબેન્ડ અને લેંડલાઇનનું કનેક્શન પણ  આપશે.

વેલકમ ઑફર અને ફ્રી ટીવી

ફાઇબર સર્વિસમાં LED ટીવી ફક્ત વેલકમ ઑફર દરમિયાન જ મળશે. આ ટીવી સાથે યુઝર્સને 4K રેઝોલ્યુશન વાળુ સેટટૉપ બૉક્સ પણ ઑફર કરવામાં આવે છે. જો કે ફ્રી LED ટીવી લેવા માટે યુઝર્સને જિયો ફાઇબરના વાર્ષિક પેકનું સબસ્ક્રીપ્શન લેવુ પડશે. જિયોના વાર્ષિક પેકનું નામ Jio Forever પ્લાન હોઇ શકે છે.


જિયોના તમામ પ્લાન્સની જાણકારી 5 સપ્ટેમ્બરે કંપનીના 3 વર્ષ પૂરા થવા પર ઉપલબ્ધ થઇ શકે છે. જિયોએ ફાઇબર સર્વિસ માટે પહેલાં જ રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી દીધી છે. તે વાત પણ સ્પષ્ટ છે કે ફ્રી LED લેવા માટે યુઝર્સને વાર્ષિક પ્લાનની કિંમત એક વારમાં જ ચુકવવી પડશે.

પ્રાપ્ત માહિતી અનુસાર જિયો ફ્રી ઓવર ધ ટૉપ વીડિયો સર્વિસની સુવિધા આપી શકે છે. આ વીડિયો સર્વિસમાં યુઝર્સને અલગ-અલગ પ્રકારનું કંટેટ જોવા મળશે. ઓવર ધ ટૉપ સર્વિસ માટે યુઝર્સને અલગથી કિંમત ચુકવવી પડશે કે નહી તે અંગે હાલ કોઇ વિગતો સામે આવી નથી.

Read Also

Related posts

લો બોલો! શહેરનાં સેટેલાઈટ વિસ્તારની ફૂટપાથ પર જ થઈ રહ્યા છે કોરોના ટેસ્ટ, શું આ રીતે ટેસ્ટ કરવા જોખમી ન બને ?

pratik shah

કેરળ: ગર્ભવતી હાથીણી સાથે ક્રુરતા ભર્યું કૃત્ય આચરાયું, ફટાકડા ભરેલું ફળ ખાતાં તપડતીને તડપીને થયું મોત

pratik shah

‘ઈન્ડિયા’ નું નામ બદલી ‘ભારત’ કરવાની અરજી પર સુપ્રિમ કોર્ટે દરમિયાનગીરીનો કર્યો ઈનકાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!