GSTV
Home » News » Jio Fiber આ 4 બેન્કો પાસેથી લઇ રહી છે 27 હજાર કરોડ રૂપિયાની લોન

Jio Fiber આ 4 બેન્કો પાસેથી લઇ રહી છે 27 હજાર કરોડ રૂપિયાની લોન

jio fiber syndicated loan

રિલાયન્સ જિયો ઈન્ફોકોમ (JIO)ની ફાયબર યૂનિટ બેન્કોના એક ગ્રુપ પાસેથી 27,000 કરોડ રૂપિયાની સિન્ડિકેટેડ લોન લઈ રહી છે. સુત્રોએ આ જાણકારી આપી છે અને કહ્યું છે કે, જિયોથી ફાયબર યૂનિટને અલગ કર્યા બાદ આનાથી નાણાકીય મદદ આપવા માટે કંપનીએ આ યોજના બનાવી છે. કંપની જે બેન્ક ગ્રુપ પાસેથી લોન લઈ રહી છે, તેમાં એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક અને પીએનબી સામેલ છે. કંપનીના આ પગલાનો મતલબ એ પણ છે કે, ગ્રુપનું ફાયબર કેબલ બિઝનેસ પર ફોકસ વધી રહ્યું છે.

જિયોના ડિમર્જર પ્રોસેસથી બનેલા બે એકમોમાંથી એક જિયો ઈન્ફ્રાટેલ પ્રાઈવેટ છે. જેણે બે વર્ષની મેચ્યોરિટી સાથે આ લોન લીધી છે. આના પર કંપની 8.35-8.85 ટકાનું વ્યાજ આપશે. સુત્રોએ જણાવ્યું હતું કે, આ લોન ડિમર્જર પ્રોસેસમાં મદદ માટે લેવામાં આવી રહી છે, ત્યાર બાદ ફાયબર બિઝનેસ સ્ટેંડઅલોન સબસિડિયરી બનશે. કંપનીની આ યોજનાથી જાણકારી એક સિનિયર એનાલિસ્ટનું કહેવું છે કે, આ લોનનો ઉપયોગ ફાયબરક યૂનિટને મજબૂત બનાવવામાં કરવામાં આવશે અને આ જ આગળનો રસ્તો છે.

તેમણે જણાવ્યું કે, આ ફાયબર નેટવર્કનો ઉપયોગ બીજી ટેલિકોમ કંપનીઓ પણ કરી શકશે. એટલા સુધી કે પાવર ઈન્ડસ્ટ્રી પણ આનો ઉપયોગ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, એસબીઆઈ આમાં 10-11 હજાર કરોડની લોન આપી રહી છે. આઈસીઆઈસીઆઈ અને પીએનબીમાંથી દરેકે જિયોની ફાયબર યૂનિટ માટે 5,000-5,000 કરોડ લોન આપવાનો વાયદો કર્યો છે અને એક્સિસ બેન્ક તેને 6,000 કરોડની લોન આપવા જઈ રહી છે.

જો કે, આ બાબતે રિલાયન્સ ગ્રુપ કે ચારેય બેન્કો તરફથી કોઈ જવાબ મળ્યો નથી. લાંબા સમય સુધી બેડ લોનની સમસ્યામાં ફસાઈ રહ્યા બાદ બેન્કિંગ સેક્ટર આમાંથી બહાર આવી રહ્યું છે. એવામાં આ રીતની લોનથી બેન્કિંગ ઈન્ડસ્ટ્રીની લોન ગ્રોથ પણ તેજ થશે. 29 માર્ચે પૂરા થતા પખવાડિયામાં ઓવરઓલ બેન્ક લોન 13.24 ટકાની વૃદ્ધિ સાથે 97.67 લાખ કરોડ રૂપિયા થઈ. નાણાકીય વર્ષ 2018માં લોન ગ્રોથ 9.85 ટકા રહ્યો, જે ઘણો ઓછો છે. એક મહિના પહેલા જ જિયોના નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (એનસીએલટી) પાસે ફાયબર અને ટાવર બિઝનેસને અલગ-અલગ એકમમાં બદલવાની પરવાનગી મળી હતી.

જિયોની યોજના આગળ જતા આમાં હિસ્સેદારી વેચવાની છે. જિયો હોમ બ્રોડબેન્ડ અને એન્ટરપ્રાઈઝ સર્વિસ પર મોટો દાવ લગાવવાની તૈયારી કરી રહી છે. એવી જ યોજના તેના પ્રતિસ્પર્ધીની પણ છે. ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ પણ પોતાના ફાયબર એસેટ્સને અલગ કરી દીધા છે અથવા તેને અલગ કરવાની પ્રક્રીયામાં છે. રેટિંગ એજન્સી ક્રિસિલે 4 ફેબ્રુઆરીએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ડેટા કંજપ્શન વધી રહ્યું છે અને વધુને વધુ લોકો સ્માર્ટફોન ખરીદી રહ્યા છે.

આનાથી રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડને ફાયદો થશે. રિલાયન્સ ગ્રુપે હાલમાંજ કન્ટેન્ટ ક્રિએટ કરતી કંપનીઓમાં હિસ્સેદારી ખરીદી છે અને તે ફાયબર-ટુ ધ હોમ (એફટીટીએચ) માર્કેટમાં ઉતરી રહી છે. આના માટે રિલાયન્સ ગ્રુપે ડેન નેટવર્ક્સ લિમિટેડ અને હેથવે કેબલ્સ એન્ડ ડેટાકોમ લિમિટેડને ખરીદ્યા છે. ક્રિસિલ અનુસાર, આનાથી ગ્રુપને મીડિયમ ટર્મમાં વધુ કેશ ફ્લો મળી શકે છે.

Read Also

Related posts

ભોજપુરી સ્ટાર પવન સિંહને રાખીએ કહ્યો નિર્દોષ, અક્ષરા વિશે કહ્યું- બંધ ઓરડામાં બધું મરજીથી….

NIsha Patel

મોદીના બંદોબસ્તમાં આવેલા પીએસઆઈની આત્મહત્યા, કપાળમાં રિવોલ્વરથી ગોળી મારી

Mayur

પીએમ મોદીના જીવનનું આ પાસું કોઇ નહી જાણતું હોય જેના પર ભણસાલીએ બનાવી ફિલ્મ, જુઓ ‘મન બૈરાગી’નો First Look

Bansari
Do NOT follow this link or you will be banned from the site!