GSTV
Home » News » Jio ઇફેક્ટ:Airtel અને vodafone-Ideaના ગ્રાહકોને મોટો ઝાટકો, કૉલ રિસિવ કરવા માટે પણ ચૂકવવા પડશે પૈસા

Jio ઇફેક્ટ:Airtel અને vodafone-Ideaના ગ્રાહકોને મોટો ઝાટકો, કૉલ રિસિવ કરવા માટે પણ ચૂકવવા પડશે પૈસા

ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયા જેવી દિગ્ગજ કંપનીઓએ એક મોટુ પગલું લેવા જઇ રહી છે. ટૉક ટાઇમ પ્લાનને હટાવ્યા બાદ આ કંપનીઓ હવે પ્રીપેડ નંબર પર ફ્રી ઇનકમિંગ અને આઉટગૉઇંગ કૉલ બંધ કરી રહી છે. એક અહેવાલ અનુસાર એરટેલ અને વોડાફોન-આઇડીયાએ અનલિમિટેડ પ્રીપેડ પેક વિનાના પોતાના યુઝર્સની આઉટ ગૉઇંગ કૉલ પર રોક લગાવી દીધી છે.

ટેલિકોમ કંપનીઓએ મોબાઇલ યુઝર્સને મોટો આંચકો આપ્યો છે.વર્ષોથી આપવામાં આવી રહેલી ફ્રી ઇનકમિંગ કૉલની સુવિધા હવે કંપનીઓએ એક સાથે બંધ કરીદીધી છે. હવે યુઝર્સે ઇનકમિંગ કૉલ્સ માટે દર મહિને (28 દિવસ) ઓછામાં ઓછુ 35 રૂપિયાનું રિચાર્જ કરાવવુ પડશે. નહીતો આઉટગોઇંગ જ નહી, થોડા સમયબાદ ઇનકમિંગ સેવા પણ બંધ થઇ જશે.

એક સમય હતો જ્યારે મોબાઇલ નેટવર્ક કંપનીઓ આઉટ ગોઇંગ જ નહી, ઇનકમિંગ કૉલ પર પ્રતિ મિનિટના હિસાબે ચાર્જીસ વસૂલતી હતી. કેટલાંક વર્ષો સુધી ઇન્ટરનેટ પેક એટલે કે ડેટા પણ ખૂબ જ મોંઘો હતો.

હરિફાઇના દોરમાં ટેલિકોમ માર્કેટ બદલાયુ તો કંપનીઓએ ઇનકમિંગ કૉલ્સ પર ચાર્જીસ લેવાનું બંધ કરી દીધું. તે પછી આઉટ ગોઇંગ કૉલ્સ પણ સસ્તા થઇ ગયા.હવે સસ્તા ડેટા પેકના કારણે જ્યાં ઇન્ટરનેટ યુઝર્સમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યાં સામાન્ય જનતા માટે વૉઇસ કૉલિંગ જાણે કે ફ્રી થઇ ગઇ છે. નવા સિમ કાર્ડ 20-30 વર્ષની વેલીડીટી સાથે મળવા લાગ્યાંછે.

હાલના સમયમાં એવા ઘણાં યુઝર્સ છે જે ફક્સ ઇનકમિંગ કૉલ્સ માટેમોબાઇલ રાખે છે. ફક્ત મિસ કૉલ કરવા પૂરતુ 20-30 રૂપિયાનું રિચાર્જ કરાવે છે. તેવામાં હવે ઇનકમિંગ કૉલ્સ માટે પણ 35 રૂપિયાનું રિચાર્જ દર મહિને કરાવવુ પડશે.

ગ્રાહકોએ 35 રૂપિયાના રિચાર્જ પર 28 દિવસ સુધી ઇનકમિંગ ચાલુ રહેશે. તેમાં 26 રૂપિયાનું બેલેન્સ પણ મળશે. 29મા દિવસે બેલેન્સ હોવા છતાં આઉટ ગોઇંગ બંધ થઇ જશે. નવુ રિચાર્જ કરાવવા પર જુનુ બેલેન્સ તેમાં જોડાઇ જશે. આ અંગે મહાપ્રબંધક કેપી વર્માએ જણાવ્યું કે દરેક કંપની પોતાની સેવા માટે ચાર્જીસ વસૂલીરહી છે. તેવામાં ઇનકમિંગ માટે નવો નિયમ બનાવવામાં આવ્યો છે. મોબાઇલ યુઝર્સ આટલું રિચાર્જ તો કરાવે જ છે.

જણાવી દઇએ કે જિયોએ જ્યારથી ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે ત્યારથી જાણે કે અન્ય ટેલિકોમ કંપનીઓને સખત ટક્કર મળી રહી છે. જિયોના આવ્યાં બાદ તમામ ટેલિકોમ કંપનીઓએ ડેટા પેક સસ્તા કરી દીધાં છે. સાથે જ આ ટેલિકોમ કંપનીએ જિયો સામે ટકી રહેવા પોતાના ગ્રાહકોને ઓછા દરે વધુ સારી સેવા આપી રહી છે.

Read Also

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

ઉપરવાસમાં પાણીની આવક વધતા ઉકાઈડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!