GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

Jio યુઝર્સને એકદમ Free મળી રહ્યો છે આટલો ડેટા, જુઓ તમને મળ્યો કે નહી

Reliance jio

આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલાયન્સ જિયોએ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ થવા પર સેલિબ્રેશન ઑફર લૉન્ચ કરી છે જેમાં જિયો યુઝર્સને 8 જીબી ફ્રી ડેટા મળી રહ્યો હતો. જિયોના આ ફ્રી ડેટા વાઉચર ઓટોમેટિક સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં એક્ટિવ પ્લાન સાથે અપ્લાય થઇ રહ્યાં હતાં. જેના પરિણામ સ્વરૂપ યુઝર્સને બે મહિનામાં કુલ 16 જીબી ફ્રી ડેટા મળ્યો. આ બંને વાઉચર જિયો સેલિબ્રેશન ઑફરનો હિસ્સો હતા. જે ઓક્ટોબરમાં એકસ્પાયર થવાના હતા.

જો કે એવું લાગી રહ્યું છે કે જિયોએ પોતાના સેલિબ્રેશન ઑફરની સીમા વધારી દીધી છે. કારણ કે નવેમ્બરમાં પણ ગ્રાહકોને 8જીબી ડેટા મળી રહ્યો છે. રિલાયન્સ જિયોના એક્ટિવ ગ્રાહકો નવેમ્બર મહિનામાં જ 8 જીબી ફ્રી ડેટા મેળવી શકે છે.

આ ઑફર વિશે જાણવા માટે જિયો યુઝર્સે માય જિયો એપમાં લૉગ ઇન કરવાનું રહેશે, જ્યાં તેમને આ ઑફર વિશે જાણકારી મળશે. જણાવી દે કે આ ઑફર હેઠળ ગ્રાહકોને દરરોજ 2 જીબી એડિશનલ ડેટા 4 દિવસ સુધી મળે છે. નવેમ્બરમાં પણ જિયો આ જ ઑફર આપી રહ્યું છે.

આ રીતે ચેક કરો ફ્રી ડેટા મળ્યો કે નહી

  • તમારા એક્ટિવ જિયો નંબરથી માય જિયો એપમાં લૉગ ઇન કરો
  • અહી તમને માય જિયો એપના માય પ્લાનમાં તમારા હાલના પ્લાન વિશે માહિતી મળશે.
  • અહીં જિયો યુઝર્સ જોઇ શકે છે કે જિયો સેલિબ્રેશન ઑફર માન્ય સમય માટે ઉપલબ્ધ છે.
  • આ સેલિબ્રેશન પેક ગ્રાહકો માટે નવેમ્બર મહિનામાં એક્ટિવ થઇ જશે. જેમાં તેઓ હાઇસ્પીડ ડેટાનો લાભ લઇ શકે છે.

જણાવી દઇએ કે કેટલાંક યુઝર્સને આ ઑફર જોવા નથી મળી રહી. ઉલ્લેખનીય છે કે ઑક્ટોબરમાં જિયોનું સેલિબ્રેશન પેક પૂરો થઇ જવાનો હતો પરંતુ આ ઑફર હજુ પણ મળી રહી છે. આ પ્લાન હેઠળ યુઝર્સને ચાર દિવસ સુધી 4જી ડેટા ફ્રી મળી રહ્યો છે. જે હિસાબે 4 દિવસમાં કુલ 8 જીબી ફ્રી ડેટા મેળવી શકાશે.

Read Also

Related posts

સુરત કમિશ્નર પહોંચ્યા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે, જળબંબાકારની સ્થિતિના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ

Nilesh Jethva

તમારા ફોનમાં સેવ છે બેંક ડિટેલ તો તેને કરો ડિલીટ, આ વાયરસ ખાલી કરી દેશે એકાઉન્ટ

Mansi Patel

છોકરાઓ માટે ખૂબ સરળ છે હેન્ડસમ બનવું, આ 5 રીત અપનાવી પર્સનાલિટીને બનાવો વધુ અટ્રેક્ટિવ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!