GSTV
Home » News » Jio યુઝર્સ આનંદો! જતી ન કરતાં આ જબરદસ્ત ઑફર, જાણો આ વખતે શું છે ખાસ

Jio યુઝર્સ આનંદો! જતી ન કરતાં આ જબરદસ્ત ઑફર, જાણો આ વખતે શું છે ખાસ

jio high speed data

ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો હંમેશાથી પોતાના યુઝર્સ માટે આકર્ષક ઑફર્સ લાવતી રહે છે. હવે કંપની યુઝર્સ માટે એક એવી ઑફર લઇને આવી છે જેના અંતર્ગત પ્રીપેડ યુઝર્સ રિચાર્જ કરીને પોતાના વોડ્રોબને પણ રિચાર્જ કરી શકે છે.

Jio tariff plan

સાંભળવામાં આ થોડુ વિચિત્ર લાગશે પરંતુ જિયોએ Recarge Your wardrobe this cricket season ઑફર લૉન્ચ કરી છે. જેમાં રિચાર્જની સાથે AJIOની કૂપન્સ પણ મળી રહી છે જેને રિડિમ કરીને તમે તમારા માટે શોપિંગ કરી શકો છો. આ ઑફર 198 રૂપિયા અને 399 રૂપિયાના પ્રિપેડ રિચાર્જ પર જ ઉપલબ્ધ છે.

જાણો શું છે ઑફર

bsnl loss

198 રૂપિયાના રિચાર્જ પર યુઝર્સને 198 રૂપિયાની AJIO કૂપન આપવામાં આવશે જેને 5 વખત રિડિમ કરી શકાશે. દર મહિને કૂપનને એક જ વાર રિડિમ કરી શકાશે. તેના માટે સોપિંગ કાર્ટની ઓછામાં ઓછી વેલ્યૂ 999 રૂપિયા હોવી જોઇએ. આ સાથે જ 399 રૂપિયાના રિચાર્જ પર યુઝર્સને 399 રૂપિયાની જ AJIO કૂપન આપવામાં આવશે જેને 5 વખત રિડિમ કરી શકાશે. તેના માટે શૉપિંગ કાર્ટની મિનિમમ વેલ્યૂ 1399 રૂપિયા હોવી જોઇએ.

તમને જણાવી દઇએ કે AJIO ડિસ્કાઉન્ટ કૂપન કોઇપણ પ્રોડક્ટ પર ઉપલબ્ધ કૂપન ઉપર થશે. આ ઑફર 3 જૂન 2019થી લઇને 14 જુલાઇ 2019 સુધી માન્ય છે. આ ઑફર ફક્ત 198 રૂપિયા અને 399 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પર જ ઉપલબ્ધ છે. સાથે જ જો પોસ્ટ યુઝર્સ પ્રિપેડ રિચાર્જ કરાવે છે. તો પણ તેઓ આ ઑફરનો લાભ લઇ શકે છે. આ ઑફરનો લાભ નવા તથા હાલના બંને ગ્રાહકો લઇ શકશે.

Read Also

Related posts

બે મહિનાની બાળકીનું થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, તસવીરો જોશો તો આંખો થશે ભીની..

pratik shah

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!