GSTV

ટેકનોલોજી/ 5G નેટવર્ક માટે જિયોએ આ કંપની સાથે કર્યું જોડાણ, મોબાઈલ ચાહકોને મળશે આ રીતે ઈન્ટરનેટ સ્પીડનો લાભ

Last Updated on June 30, 2021 by Harshad Patel

હવે દરેક મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓઓ ફાઈવ-જી ડેટાની તૈયારી કરી રહી છે. ઈન્ટરનેટ સ્પીડ માટે મોબાઈલ ફોનમાં તથા નેટવર્કિંગ સિસ્ટમાં સક્ષમ સેમિકન્ડક્ટર (માઈક્રોચીપ)ની જરૃર પડે. ભારતમાં જિયોએ નેધરલેન્ડની સેમિકન્ડક્ટર કંપની
NXP સાથે જોડાણ કર્યું છે. 5G NR (ન્યૂ રેડિયો) O-RAN સ્મોલ સેલ સોલ્યૂશનના અમલીકરણ માટે આ ભાગીદારી કરવામાં આવી છે જેમાં NXPના ‘લેયરસ્કેપ’ શ્રેણીના મલ્ટીકોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવશે. ઓપન રેન એટલે કે ઓપન રેડિયો એક્સેસ નેટવર્ક આર્કિટેક્ચર એ ટેલિકોમ ઉદ્યોગનો શબ્દ છે જે વિવિધ વેન્ડર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા ઉત્પાદનો અને સોફ્ટવેર્સ સહિતના ઉપકરણોનો તથા રેડિયો એક્સેસ નેટવર્કની ઇન્ટરઓપરેબિલિટી અને સ્ટાન્ડર્ડાઇઝેશનને દર્શાવવા માટે વપરાય છે.

હાઇ પર્ફોર્મન્સ અને ફ્લેક્સિબિલિટીનો લાભ મેળવશે

“આ કમ્બાઇન્ડ સોલ્યૂશન રેન નેટવર્ક ચલાવે છે જે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપે છે અને ઔદ્યોગિક ક્રાંતિ 4.0 અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) એપ્લિકેશન્સ, ટેલિ-મેડિસિન, ટેલિ-એજ્યુકેશન, ઓગમેન્ટેડ/વર્ચ્યુઅલ રિયાલિટી, ડ્રોન-બેઝ્ડ એગ્રિકલ્ચરલ મોનિટરિંગ ઉપરાંત બ્રોડબેન્ડ એક્સેસ સહિતના 5G આધારિત ઉપયોગો સરળ બનાવે છે,” તેમ એક નિવેદનમાં NXPએ જણાવ્યું હતું. જિયો પ્લેટફોર્મ્સ તેના 5G NR સોલ્યૂશન્સમાં NXPના લેયરસ્કેપ પ્રોસેસરનો ઉપયોગ કરીને હાઇ પર્ફોર્મન્સ અને ફ્લેક્સિબિલિટીનો લાભ મેળવશે.

અનેક નવીન એપ્લિકેશન્સ ચલાવવામાં મદદરૂપ થશે

“બંને કંપનીઓના જોડાણથી ઉપયોગકર્તાઓને એક મજબૂત ટેક્નોલોજી મળશે જેનું 3.5 GHz સ્પેક્ટ્રમમાં 100 MHz ચેનલ બેન્ડવિડ્થ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેનો મહત્તમ ડેટા રેટ 1 Gbpsથી વધુ આવ્યો હતો,” તેમ પણ જણાવવામાં આવ્યું હતું. આ ટેક્નોલોજી અનેક સેગમેન્ટમાં પર્ફોર્મન્સને આગળ લઈ જશે, એટલું જ નહીં સ્માર્ટ સિટી, સ્માર્ટ હોમ્સ, હેલ્થ અને એજ્યુકેશન ક્ષેત્રે અનેક નવીન એપ્લિકેશન્સ ચલાવવામાં મદદરૂપ થશે. ઉપરાંત તમામ મોબાઇલ ઉપયોગકર્તાઓની ડેટા ડાઉનલોડ સ્પીડના અનુભવને પણ બહેતર બનાવશે.

5G આધારિત અનેક ઉપયોગો કરી શકાશે

“આ સંયુક્ત સાહના પરિણામે, જિયો પ્લેટફોમ્સ લિમિટેડના 5G NR રેડિયો સોલ્યૂશન્સ આગામી પેઢીના RAN નેટવર્ક ઉચ્ચ ગુણવત્તા પ્રદાન કરશે, તેનાથી ઘરની અંદર કે બહાર પર્ફોર્મન્સ બહેતર બનાવશે, એટલું જ નહીં 5G આધારિત અનેક ઉપયોગો કરી શકાશે,” તેમ પણ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. સરળ રીતે કહીએ તો, 5G ટેક્નોલોજી અને સેવાઓ ઉપયોગકર્તાઓને જોરદાર સ્પીડ, લો લેટેન્સી કમ્યુનિકેશન્સ પૂરા પાડશે. આ ઉપરાંત આ નેટવર્ક સાથે જોડાયેલા ડિવાઇસ, 5G સક્ષમ સ્માર્ટફોન, એન્ટરપ્રાઇઝ લેપટોપ્સ અને IoT સોલ્યૂશન્સના ઉપયોગનો અનુભવ પણ બહેતર બનાવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!