GSTV
Home » News » Jioને ટક્કર: આ કંપની Free આપી રહી છે હાઇસ્પીડ ડેટા, બસ કરવું પડશે આ કામ

Jioને ટક્કર: આ કંપની Free આપી રહી છે હાઇસ્પીડ ડેટા, બસ કરવું પડશે આ કામ

પ્રાઇવેટ મોબાઇલ ઓપરેટર્સ આવ્યા બાદ બીએસએનએલ અનેક બાબતોમાં પાછળરહી ગયું છે પરંતુ હવે બીએસએનએલ વાપસી કરવા માટે તૈયારી કરી રહ્યું છે. બીએસએનએલે પણ મેદાનમાં ઉતરીને આ કંપનીઓને પછડવા માટે કમર કસી છે. દિગ્ગજ ટેલિકૉમ કંપનીએને ટક્કર આપવા માટે BSNL અનેક ટેરિફ પ્લાન કરી ચૂકી છે. આ જ કડીમાં આગળ વધતા BSNLએ પોતાની એપ My BSNLમાં કેટલાક બદલાવ સાથે ફ્રી ઇન્ટરનેટ ડેટા આપવાનું શરૂ કર્યો છે.

BSNLએ પોતાની એપ ડાઉનલોડ કરનાર યુઝર્સને 1 GB ડેટા ફ્રી આપવાની જાહેરાત કરી છે. આ ડેટા હાલ ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સને જ મળશે. તેમજ આ ફ્રી ડેટા તેવા જ યૂઝર્સને મળશે જેઓ પહેલીવખત એક ડાઉનલોડ કરી રહ્યા છે. આ ફ્રી ડેટાની વેલેડિટી 30 સુધીની રહેશે.

એક રિપોર્ટ અનુસાર, આ ઑફર પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્રકારના સિમ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. એન્ડ્રોઇડ યૂઝર્સ આ એપને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકે છે. આ ફ્રી ડેટા યૂઝર્સને વધારાના ડેટા તરીકે મળશે. જેની અવધી 30 દિવસની હશે.

ઉલ્લેખનીય છે કે પ્રાઇવેટ કંપનીઓની જેમ જ BSNLની આ એપ પરથી યૂઝર્સ પોતાના ડેટા યૂઝ ચેક કરી શકે છે. આ સાથે જ એકાઉન્ટ ડિટેલ્સ, રિચાર્જ, પોસ્ટપેડ અને બ્રોડબેન્ડના બિલની ચૂકવણી કરી શકે છે. આ સાથે એપની મદદથી તમને દેશભરમાં 4G હોટસ્પોટ લોકેટ કરી શકાશે, સાથે ઇન્ટરનેશનલ WIFI સર્વિસ પણ દર્શાવે છે.

Read Also

Related posts

આ શું? જાહેરમાં જ સોમન કપૂરનો પતિ પગમાં પડીને શું કરી રહ્યો છે!

Alpesh karena

નોકરી બદલતી વખતે તરત જ PFની રકમ ઉપાડવી જોઇએ નહીં, જાણી લો ફાયદામાં રહેશો

Bansari

KKR Vs RCB આજે મુકાબલો, વિરાટની ટીમ હારશે તો પ્લેઓફની દોડમાંથી બહાર

Arohi