GSTV

જાણો કઇ ટેલિકોમ કંપની કેટલા રૂપિયામાં આપી રહી છે દૈનિક 1GB ડેટા

Last Updated on January 21, 2018 by Bansari

રિલાયન્સ, એરટેલ, વોડાફોન અને આઇડિયા લગભગ દરરોજ પોતાના યુઝર્સ માટે શાનદાર ઓફર્સ રજૂ કરે છે. આ ઓફર દ્વારા યુઝર્સને વધમાં વધુ લાભ આપવામાં આવી રહ્યો છે. રિલાયન્સે તાજેતરમાં જ એક શાનદાર પ્લાનને રિવાઇઝ કર્યો છે. જિયોના 149 રૂપિયાના પ્રિપેઇડ પ્લાનમાં દરરદોજ 1 જીબી 4જી ડેટા આપવામાં આવી રહ્યો છે. તેની વેલિડિટી 28 દિવસની છે. તેવામાં એરટેલની વાત કરીએ તો એરટેલ 199 રૂપિયામાં 28 દિવસ માટે દૈનિક 1 જીબી ડેટા આપી રહ્યું છે.

વોડાફોનની પ્રિપેઇડ પ્લાનની વાત કરીએ તો 198 રૂપિયામાં દૈનિક 1જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે જ આઇડિયા 28 દિવસ માટે 199 રૂપિયામાં 4જી ડેટા આપી રહ્યું છે. આ ઉપરાંત તમામ પ્લાન્સમાં અનલિમિટેડ કોલ્સ અને એસએમએસ પણ આપવામાં આવી રહ્યાં છે. ચાલો જાણીએ કઇ કંપની કેટલા રૂપિયામાં કેટલો ડેટા આપે છે.

જિયો

જિયોના 149 રૂપિયાના પ્રિપેઇડ પ્લાનમાં હાઇસ્પીડ 4જી ડેટા મળશે. તેની વેલિડિટી 28 દિવસની રહેશે. આ રીતે યુઝરને 28 દિવસોમાં કુલ 28 જીબી ડેટા મળશે. એક જીબી ડેટા પૂરો થઇ ગયાં બાદ 64કેબીપીએસની સ્પીડે ડેટા આપવામાં આવશે. આ પ્લાનમાં પ્રિપેઇડ યુઝર્સને અનલિમિટેડ કોલ્સ, રોમિંગ અને એસએમએસ પણ આપવામાં આવશે.

એરટેલ

એરટેલના 199 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં કંપની તમને દૈનિક એક જીબી 4જી ડેટા આપશે, આ ઉપરાંત અનલિમિટેડ કોલ્સની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે. તેમાં યુઝર્સને દૈનિક 100 એસએમએસની સુવિધા પણ આપવામાં આવશે.

વોડાફોન

વોડાફોનના 198 રૂપિયાના પ્લાનમાં કંપની પોતાના યુઝર્સને દૈનિક એક જીબી ડેટા આપી રહી છે. તેની વેલિડિટી 28 દિવસોની રહેશે. અન્ય કંપનીની જેમ વોડાફોન પણ અનલિમિટેડ કોલ્સ અને એસએમએસની સુવિધા આપી રહ્યું છે.

આઇડિયા

આઇડિયાના 199 રૂપિયાના પ્લાનમાં દરરોજ એક જીબી ડેટાની સુવિધા યુઝર્સને આપવામાં આવી રહી છે. તેની વેલીડિટી 28 દિવસોની રહેશે. તેમાં અનલિમિટેડ કોલ્સ, સએમએસ અને રોમિંગ જેવા લાભ પણ મળી રહ્યાં છે.

Related posts

ઠાગાઠૈયા/ એક વર્ષનો સમય વીતી ગયો છતાં ગુજરાતના ‘ગુંડા’ એક્ટને મંજૂરી નહીં, કેન્દ્રની સ્પષ્ટતા છતાં કાયદો અદ્ધરતાલ

Pravin Makwana

આવકવેરા ખાતાની ટીમના ડેરી ઉદ્યોગ ગ્રુપ પર દરોડા, રૂ.400 કરોડની કરચોરી પકડાઈ

Damini Patel

મોટો ફફડાટ/ નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે કાઇટ ફેસ્ટિવલ પર સંકટ, ગુજરાત ટુરિઝમની વેઇટ એન્ડ વૉચની નીતિ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!