GSTV
Gujarat Government Advertisement

રિલાયન્સ Jio 84 દિવસની વેલિડિટી સાથે આપી રહ્યો છે સૌથી સસ્તો પ્લાન, એરટેલ અને આઈડિયા પર પડશે ભારે !

Last Updated on April 20, 2021 by Damini Patel

રિલાયન્સ jioના આમતો ઘણા સસ્તા પ્લાન છે, જેમાં 149 રૂપિયા વાળો પ્લાન છે. પરંતુ આજે અમે તમને એવા પ્લાન અંગે જણાવા જઈ રહ્યા છે જે 84 દિવસની મર્યાદા સાથે આવે છે. આ પ્લાનનો રોજનો ખર્ચ 4 રૂપિયાથી પણ ઓછો છે. આ પ્લાન હેઠળ યુઝર્સને 84 દિવસ સુધી અનલિમિટેડ કોલ્સ અને ઇન્ટરનેટ ડેટા અને SMS મળશે. રિલાયન્સ jioનો આ પ્લાન સૌથી મોટા પ્રતિદ્વંધી VI અને એરટેલના પ્લાન પર ભારી પડશે. જણાવી દઈએ કે આ બે કંપનીના 84 દિવસના પ્લાન મોંઘા છે.

રિલાયન્સ jioનો 329 રૂપિયાનો પ્લાન

jio

રિલાયન્સ jio ઓફોર્ડબલ પેકમાં 329 રૂપિયાનો પ્લાન આપી રહ્યો છે, જેનો રોજનો ખર્ચ 4 રૂપિયાથી ઓછો છે. આમા 84 દિવસની વેલિડિટી અને કુલ 6 GB ઇન્ટરનેટ ડેટા મળે છે. આ ડેટા પુરા થયા પછી સ્પીડ 64 kbpsની થઇ જશે. સાથે જ 1000 SMS ફ્રી મળશે. જિયો ટીવી, જિયો ન્યુઝ, જિયો સિક્યોરિટીની સબસ્ક્રિપ્શન મળે છે.

Viનો 84 દિવસનો પેક

Vi

Viનો 84 દિવસનો સૌથી સસ્તો પ્લાન 379 રૂપિયાનો છે. જેમાં 6 જીબી ઇન્ટરનેટ ડેટા સાથે 100 SMS મળે છે. સાથે જ બિંગ ઓફ નાઈટની સુવિધા મળે છે જેની મદદથી રાત્રે 12 વાગ્યા પછી કોઈ રિચાર્જ વગર તમે હાઈસ્પીડ ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી શકો છો. વી મુવી એન્ડ ટીવી એપ્સનો ફ્રીમાં ઉપયોગ કરી શકો છો.

એરટેલ પણ આપી રહ્યો છે 400 રૂપિયામાં 84 દિવસનો પ્લાન

એરટેલ 400 રૂપિયામાં 84 દિવસની વેલિડિટી વાળો પ્લાન આપી રહ્યું છે. આ પ્લાનની કિંમત 379 રૂપિયા છે. જેમાં કુલ 6 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલ્સ અને અને રોજ 100 SMS ફ્રી મળે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!