GSTV

Jio, એરટેલ, VI અને BSNL ની આકર્ષક સ્કીમ : આખુંય વર્ષ નહીં કરાવવું પડે મોબાઇલ Recharge, જાણો કેમ

Prepaid Mobile Recharge જો તમે દર મહિને મોબાઇલ (MOBILE) રિચાર્જ કરવાની ચિંતા કરતા હોવ તો આ સમાચાર ખાસ આપની માટે છે. એરટેલ (AIRTEL), BSNL, જીયો (JIO) અને વી (VI) એ આખાય વર્ષનું રિચાર્જ એક સાથે કરાવવા પર ગ્રાહકોને વધારે ફાયદો થશે તેવી જાહેરાત કરી છે. વર્ષભરના આ પ્લાનમાં દર મહિનાનો ખર્ચો 125 રૂપિયાથી પણ ઓછો થઇ રહ્યો છે.

એરટેલની નવી ઑફર

એરટેલના 1498 વાળા પ્લાનમાં ગ્રાહકોને વર્ષભરની વેલિડિટી (VALIDITY) ની સાથે આઉટગોઇંગ અને ઇનકમિંગ તો ફ્રી મળશે ને સાથે 24 GB ડેટા અને 3600 એસએમએસ પણ આ પ્લાનમાં મળશે.

વર્ષભરની માન્યતા સાથે જ એરટેલે બીજો એક પ્લાન રજૂ કર્યો છે જેમાં ગ્રાહકોને દરરોજ મફત કૉલિંગની સાથે દરરોજ 2 GB ડેટા અને દરરોજ 100 SMS પણ મળશે. એરટેલના 2698 વાળા પ્લાનમાં એક વર્ષની વેલિડિટી અને 2 જીબી ડેટા મળશે ને સાથે મફત કૉલિંગ પણ. આ સાથે ડિઝની અને હૉટસ્ટારની વીઆઈપી સબસ્ક્રિપ્શન પણ ગ્રાહકોને એક વર્ષ માટે ઉપલબ્ધ થશે.

જીયોની આ ઑફરમાં પહેલાં કરતા વધારે ફાયદો

જીયોના એક વર્ષવાળા વેલિડિટી પ્લાનની કિંમત 2121 રૂપિયા છે, જેમાં ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા, ફ્રી કૉલિંગ, 100 એસએમએસ અને જીયોની તમામ એપ્લિકેશનનું સબ્સ્ક્રિપ્શન મળશે.

જીયોએ 2 GB ડેટા દરરોજના પ્લાનની કિંમત 2399 રૂપિયા રાખી છે. આ પ્લાનમાં ગ્રાહકોને તમામ નેટવર્ક પર મફત કોલિંગ મળશે અને દરરોજ 100 SMSની સાથે જીયોની તમામ એપ્લિકેશનનું સબસ્ક્રિપ્શન મળશે.

જીયોના 2599 વાળા પ્લાનમાં દરરોજ 2 GB ડેટાની સાથે ડિઝની અને હૉટસ્ટારનું સબસ્ક્રિપ્શન મળશે. 4999 વાળા પ્લાનમાં 360 દિવસની વેલિડિટીની સાથે જ ગ્રાહકોને 350 GB ડેટા પૂરા વર્ષ માટે મળશે.

VI ની નવા રિચાર્જ કૂપન્સમાં ગ્રાહકોને ફાયદો

VIની 1499ની યોજનાને એક વર્ષની વેલિડિટી મળશે અને 24 જીબી ડેટા મળશે અને તેની સાથે VI ફિલ્મો અને ટીવીનું સબ્સ્ક્રિપ્શન્સ પણ મળશે. VI ના 2399 વાળા પ્લાનમાં દરરોજના 1.5 GB ડેટાની સાથે વીકેન્ડ પર ડેટા રોલઓવરનો લાભ પણ મળશે. આ ઉપરાંત જોમેટોમાંથી ખાવાનું મંગાવવા પર દરરોજ 75 રૂપિયાની છૂટ પણ મળશે.

VI એ 2599 રૂપિયાની કિંમતનો વધુ એક પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં વર્ષભરની વેલિડિટી, મફત કોલિંગ, દરરોજના 2 GB ડેટા, વીકેન્ડ પર ડેટા રોલઓવર અને G-5નું સબસ્ક્રિપ્શન પણ ગ્રાહકોને મળશે.

BSNL ની બમ્પર ઑફર

નવા વર્ષમાં રિપબ્લિક ડે પહેલા બીએસએનએલએ પણ ગ્રાહકો માટે જુદા-જુદા પ્લાન રજૂ કર્યા છે. બીએસએનએલની વર્ષોથી ચાલતા વેલિડિટી પ્લાનની કિંમત 1999 રૂપિયા છે અને જેમાં 60 દિવસ માટે લોકધુન અને એક વર્ષ માટે ઇરોઝ નાઉ (EROZ NOW) નું સબસ્ક્રિપ્શન મળશે. આ પ્લાનમાં ગ્રાહકોને 3GB ડેટા દરરોજ મળશે અને મફત કોલિંગ સાથે 100 SMS પણ મળશે.

બીએસએનએલએ ગ્રાહકો માટે બીજો પ્લાન પણ ઓફર કર્યો છે, જેની કિંમત 2399 રૂપિયા છે. માન્યતા, ફ્રી કોલિંગ સાથે વર્ષની માન્યતા સુધી ગ્રાહકોને ઇરોસ નાઉ અને પીઆરબીટીનું સબ્સ્ક્રિપ્શન મળશે. બીએસએનએલની આ યોજનાનો લાભ 31 માર્ચ 2021 સુધી મેળવી શકાય છે.

ટેલિકોમ કંપનીઓની આ ઑફર્સથી મોબાઇલ વપરાશકર્તાઓને મોટો ફાયદો થવાની અપેક્ષા છે. જો તમે પણ મોબાઇલનો ઉપયોગ કરો છો, તો પછી તમે સમયસર આ ઑફરનો લાભ લઈ શકો છો.

READ ALSO :

Related posts

વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન

Pritesh Mehta

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

Pritesh Mehta

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!