GSTV
Home » News » Jioની ધૂમ : એરટેલ-વોડાફોન-આઇડિયા યુઝર્સને રડાવ્યાં, Jio ફરી બન્યુ નંબર વન

Jioની ધૂમ : એરટેલ-વોડાફોન-આઇડિયા યુઝર્સને રડાવ્યાં, Jio ફરી બન્યુ નંબર વન

Reliance jio

ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઇ)એ જણાવ્યા અનુસાર 4જી ડાઉનલોડની સરેરાશ સ્પીડના મામલે જિયો પોતાના હરિફ એરટેલ કરતાં બેગણું ઝડપી હતુ. ટ્રાઇના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગત મહિને જિયો 4જી નેટવર્કની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 18.8 એમબીપીએસ રહી જ્યારે એરટેલ નેટવર્કની સરેરાશ સ્પીડ 9.5 એમબીપીએસ રહી.

ડિસેમ્બરમાં જિયો નેટવર્કની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 18.7 એમબીપીએસ જ્યારે એરટેલની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 9.8 એમબીપીએસ રહી હતી. એરટેલ, વોડાફોન અને આઇડિયા 2જી,3જી અને 4જી નેટવર્ક ઉપલબ્ધ કરાવે છે તેવામાં જિયો ફક્ત 4જી નેટવર્ક ઉપલબ્ધ કરાવે છે.

ટ્રાઇના રિપોર્ટ અનુસાર વોડાફોન 4જી ડાઉનલોડ સ્પીડમા સામાન્ય સુધારા સાથે જાન્યુઆરીમાં 6.7 એમબીપીએસ રહી જે ડિસેમ્બરમાં 6.3 એમબીપીએસ હતી. સાથે જ આઇડિયાની સ્પીડ 6 એમબીપીએસથી ઘટીને 5.5 એમબીપીએસ થઇ ગઇ. જો કે આઇડિયા અને વોડાફોન ટેલિકોમનો વિલય થઇ ગયો છે અને હવે તે વોડાફોન-આઇડિયા તરીકે કામ કરે છે પરંતુ ટ્રાઇએ બંનેના આંકડા અલગ-અલગ દર્શાવ્યાં છે.

અપલોડ સ્પીડના મામલે આઇડિયા નંબર વન રહી. કંપનીની સરેરાશ અપલોડ સ્પીડ ડિસેમ્બર મહિનાના 5.3 એમબીપીએસની સરખામણીએ વધીને 5.8 એમબીપીએસ છે. 5.4 એમબીપીએસ સાથે વોડાફોન બીજા અને 4.4 એમબીપીએસ સાથે જિયો ત્રીજા નંબરે છે. 3.8 એમબીપીએસ 4જી અપલોડ સ્પીડ સાથે એરટેલ સૌથી નીચલા સ્તરે છે. જણાવી દઇએ કે ડાઉનલોડ સ્પીડમાં જિયો અને અપલોડ સ્પીડમાં આઇડિયા પાછલા ઘણાં સમયથી ટોચ પર છે.

Read Also

Related posts

સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

Kaushik Bavishi

કોંગ્રેસ નેતા વિકાસ ચૌધરીની હત્યાનો માસ્ટર માઈંડ દુબઈમાં એરેસ્ટ

Kaushik Bavishi

આ ગામડાનો યુવાન ભારતનો છે ઉસૈન બોલ્ટ, માત્ર 11 સેકન્ડમાં 100 મીટરની દોડ કરી પૂર્ણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!