GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

દિવાળી પર જિયોએ આપ્યો ઝટકો,  ટેરિફ રેટમાં કર્યો અધધધ.. વધારો

રિલાયન્સ જિયોએ પોતાના ટેરિફ રેટમાં વધારો કરતા 84 દિવસના પ્લાનને 459 રૂપિયનો કરી દીધો છે. આ પ્લાન અત્યાર સુધી 399 રૂપિયાનો હતો, જેમાં પ્રતિદિવસ 1GB 4G ડેટા મળ છે. પરતું આ પ્લાન માટે કસ્ટમર્સને ગુરુવારથી 15% વધારે કિંમત ચૂકવવી પડશે. કંપનીએ પોતાની વેબસાઇટ પર નવા ધન ધના ધન ટેરિફ પ્લાનની જાણકારી આપી છે, તે અનુસાર 399 રૂપિયાનો પ્લાન છે પરંતુ તેમાં 70 દિવસ સુધી 70GB 4G મળશે.

જોકે, 149 રૂપિયાનો પ્લાન લેનાર ગ્રાહકોને 2 ગણો ફાયદો થશે. 28 દિવસો માટે તેમણે 4G સ્પીડથી 4GB ડેટા મળશે. અત્યાર સુધી આ પ્લાનમાં 2GB ડેટા જ મળતો હતો. નાના અને શોર્ટ ટર્મ પ્લાન્સની કિંમત ઓછી કરવામાં આવી છે અને સાથે જ તેમાં વધારે ડેટા મળશે.

જિયોએ એક અઠવાડિયા માટે 52 રૂપિયા અને 2 અઠવાડિયા માટે 98 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે, જેની હેઠળ ગ્રાહકોને ફ્રી વૉઇસ કૉલિંગ, SMS, અનલિમિટેડ ડેટા (0.15GB પ્રતિદિવસ) મળશે. જિયોના તમામ પ્લાન્સમાં અનલિમિટેડ વૉઇસ કૉલ અને રોમિંગની સુવિધા મળશે.

કંપનીએ 509 રૂપિયાની સ્કીમના બેનિફિટમાં પણ ઘટાડો કરી દીધો છે. જેમાં ગ્રાહકોને પ્રતિદિવસ 2GB ડેટા મળે છે. કંપનીએ તેની વેલિડિટી 56 દિવસોથી ઘટાડીને 49 દિવસ કરી દીધી છે. એટલે કે 4Gની સ્પીડમાં 98GB ડેટા જ ગ્રાહકોને મળશે, આ પહેલા 112GB ડેટા મળતો હતો.  આ પ્લાન હેઠળ પ્રતિ GB ડેટાની કિંમત 5.2 રૂપિયા હશે.

999 રૂપિયાના પ્લાનમાં અત્યાર સુધી 4G સ્પીડથી 90GB ડેટા મળતો હતો, પરંતુ હવે 3 મહિના માટે હાઇ સ્પીડ પર 60GB ડેટા જ મળશે.

જિયોએ 1999 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે, જેની વેલિડિટી 6 મહિનાની હશે અને સ્પીડ ઓછી થયા વગર 125GB ડેટા આપવામાં આવશે. 4999 રૂપિયાના પ્લાનની વેલિડિટી એક વર્ષ સુધીની હશે, જે પહેલા 210 દિવસની હતી. જોકે હવે તેમાં 4G સ્પીડ પર 380GBની જગ્યાએ 350GB ડેટા જ મળશે.

Related posts

સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ગાર્ડ ઓફ ઓનરમાં જોડાતા પહેલા દિલ્હીના 350 પોલીસ કર્મીઓને કર્યા કોરન્ટાઈન

Pravin Makwana

જન્માષ્ટમીના તહેવાર પર આ શહેરમાં ફરવા લાયક સ્થળો પર લોકોના એકઠા થવા પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

Nilesh Jethva

કેરળના ઇડુક્કીમાં થયેલ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 42, સતત રાહત કામગીરી ચાલું

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!