GSTV

JIOનો 399 રૂપિયાનો ધાંસુ પ્લાન, 75GB ડેટા ઉપરાંત મળશે આ સુવિધાઓ

JIO

રિલાયન્સ JIO હાલમાં જ નવા પોસ્ટપેડ ધન ધના ધન પ્લાન લઈને આવ્યું છે. તેના હેઠળ કંપનીએ 5 નવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યા છે. જેની કિંમત 399 રૂપિયાથી શરૂ થાય છે. કંપનીએ તેને JioPostPaid Plus નામ આપ્યું છે. ખાસ વાત એ છે કે આ પ્લાન્સમાં તમને ઈન્ટરનેટ ડેટા અને અનલિમિટેડ કોલિંગની સાથે OTT એપ્સનું મફત સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. આજે અમે જીયોના દરેક સસ્તા Postpaid Dhan Dhana dhan પ્લાનની જાણકારી આપી રહ્યા છીએ જેની કિંમત 399 રૂપિયા છે.

399 રૂપિયા વાળા જીયો પોસ્ટપેડ પ્લસ પ્લાન

જીયોના આ પોસ્ટપેડ પ્લાનમાં 75 જીબી હાઈ-સ્પીડ ડેટા મળે છે. તેમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ અને એસએમએસની સુવિધા આપવામાં આવી રહી છે. એનટરટેઈનમેન્ટ માટે આ પ્લાનમાં જીયો એપ્સની સાથે જ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને ડિઝ્ની+ હોટસ્ટારનું મફત સબ્સક્રિપ્શન પણ મળે છે.

JIO

તેના ઉપરાંત પણ પ્લાનમાં કોઈ અન્ય સુવિધાઓ મળે છે. તેના ફિચર્સના રૂપમાં તેમાં 200 જીબી સુધી ડેટા રોલઓવર અને વાઈ-ફાઈ કોલિંગ મળે છે. ત્યાં જ સારા એક્સીરિયન્સ માટે ફ્રી ઈન્ટરનેશનલ રોમિંગ, ISD, સિમ હોમ ડિલિવરી, વર્તમાન જીયો નંબરને પોસ્ટરપેડમાં બદલવાની સુવિધા અને પ્રીમિયમ કોલ સેન્ટર જેવી સર્વિસ મળે છે.

399 વાળો પ્રીપેડ પ્લાન

રિલાયન્સ જીયો આજ કિંમતમાં પ્રીપેડ પ્લાન પણ ઓફર કરે છે. 399 રૂપિયાના રિચાર્જમાં 56 દિવસની વેલિડિટી માટે રોજ 1.5 જીબી ડેટા મળે છે. આ રીતે યુઝર્સ કુલ 84 જીબી ડેટાનો ઉપયોગ કરી શકે છે. તેમાં જીયોથી જીયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક માટે 2000 નોન જીયો મિનિટ્સ મળે છે. આ ઉપરાંત જીયો એપ્સનું સબ્સક્રિપ્શન અને રોજ 100 એમએમએસની સુવિધા આપવીમાં આવી છે.

Read Also

Related posts

VIDEO: ‘દીયા ઔર બાતી હમ’ ફેમ દિપીકા સિંહે ‘છોગાળા તારા’ ગીત પર રમી રહી છે દાંડિયા

Pravin Makwana

અમદાવાદ મહાનગરપાલિકાએ હર્ડ ઇમ્યુનીટીને લઇને ત્રીજો સર્વે કર્યો શરૂ, થોડા દિવસોમાં જ જાહેરાત થશે રિપોર્ટ

Nilesh Jethva

રોકની ખામી? આ સ્ટાર્ટ-અપ આપી રહ્યુ છે UPI પર ‘Scan now એન્ડ Pay Later’ નો ઓપ્શન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!