GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

Jio લાવી નવો ધમાકેદાર પ્લાન, ફક્ત આટલા રૂપિયાનાં રિચાર્જ પર વર્ષભર અનલિમિટેડ સર્વિસ

jio

રિલાયન્સ જિયોએ તેના વાર્ષિક પ્લાનને અપડેટ કરી દીધો છે. 2020 રૂપિયાના પ્લાનમાં ફેરફાર કરીને કંપની હવે તેને 2121 રૂપિયા કરી દીધો છે. એટલે કે, તેની કિંમત 101 રૂપિયા વધી છે. જિયોના નવા પ્લાનમાં, યુઝરને 2121 રૂપિયાના રિચાર્જ પર 336 દિવસ માટે અનલિમિટેડ સેવાઓ મળશે. 2020 ના રિચાર્જ પર, ગ્રાહકોને 365 દિવસની માન્યતા મળી રહી હતી.

2121 રૂપિયાના નવા પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ જિઓ ટુ જિઓ વોઇસ કોલિંગ, 1.5 જીબી 4 જી ડેટા દરરોજ, 100 એસએમએસ દરરોજ અને સર્વિસ તરીકે 336 દિવસ માટે જિઓ એપ્સનું મફત એક્સેસ મળશે. અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે ગ્રાહકોને 12000 FUP મિનિટ મળશે. આ ઓફરની માન્યતા 336 દિવસ એટલે કે આશરે એક વર્ષ છે. આટલું જ નહીં, યુઝર્સને મફતમાં લાઇવ એપ્લિકેશન્સનું એક્સેસ મળે છે.

555 રૂપિયાનો પ્લાન

જીયોનાં 555 રૂપિયાવાળામાં પણ ગ્રાહકોને દરરોજ 1.5 GB ડેટા મળે છે. એટલેકે, તેમાં  126GB ડેટા 84 દિવસ માટે આપવામાં આવે છે. આ યોજનામાં પણ, યુઝર્સને અમર્યાદિત સર્વિસનો લાભ મળે છે. પ્લાનમાં કોલ કરવા માટે Jio-to-Jio  મફત છે અને ગ્રાહકોને બાકીના નેટવર્ક પર કોલ કરવા માટે 3,000 મિનિટનો સમય આપવામાં આવે છે. યોજનામાં દરરોજ 100SMS પણ ગ્રાહકોને આપવામાં આવે છે. આ યોજનામાં પણ, યુઝર્સને મફતમાં જીયો એપ્લિકેશનોની એક્સેસ મળે છે.

399 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં, તમને દરરોજ 1.5GB ડેટા આપવામાં આવે છે. પ્લાનની માન્યતા 56 દિવસની છે. તે હિસાબથી, ગ્રાહકોને કુલ 84 જીબી ડેટાનો લાભ મળે છે. યોજના અંતર્ગત, Jio-to-Jio અનલિમિટેડ કોલિંગ સુવિધા આપે છે, જ્યારે જિયો યુઝર્સ ફક્ત 2,000 મિનિટ માટે જ અન્ય નેટવર્ક સાથે વાત કરી શકશે. 399 રૂપિયાના આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 100 એસએમએસ કરવાની સુવિધા આપવામાં આવે છે. 399 રૂપિયાના આ સસ્તા પ્લાનમાં ગ્રાહકોને જીયો એપ્સનું મફત એક્સેસ આપવામાં આવે છે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!