GSTV

Jio યુઝર્સ માટે ખુશખબર, કંપની આપી રહી છે 10GB ડેટા એકદમ Free!

ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ તાજેતરમાં જ બે વર્ષ પૂર્ણ કર્યા છે. કંપની 5 સપ્ટેમ્બર 2016ના રોજ લૉન્ચ કરવામાં આવી હતી અને ત્યારથી જ ટેલિકોમ જગતમાં અનેક પરિવર્તન આવ્યાં છે. હવે પહેલાંની સરખામણીમાં ડેટાના ભાવ ઘણા ઓછા થઇ ગયાં છે. આ સાથે જ કૉલિંગ રેટ પહેલાં પ્રતિ મિનિટ અને પ્રતિ સેકેન્ડના હિસાબે હતાં, તે હવે અનલિમિટેડ થઇ ગયાં છે.

જિયોને 2 વર્ષ પૂર્ણ થવાના અવસરે કંપની પોતાના યુઝર્સ માટે ખુશખબર લઇને આવ્યું છે. જિયો પોતાના પ્રિપેડ ગ્રાહકોને ફ્રીમાં 10જીબી ડેટા આપી રહ્યું છે. જિયો સેલિબ્રેશન પેકના રૂપમાં આ પ્લાન લૉન્ચ કરવામાં આવ્યો છે. એક અહેવાલ અનુસાર આ પ્લાનમાં દરરોજ યુઝર્સને 2જીબી ડેટા ફ્રી આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન 11 સપ્ટેમ્બર સુધી માન્ય છે. જો કે અલગ-અલગ યુઝર્સને અલગ અલગ ડેટા આપવામાં આવશે.

જિયોનો ફ્રી ડેટા મેળવવા માટે યુઝર્સે પોતાના માય જિયો એપમાં જઇને માય પ્લાન પર ટેપ કરવાનું રહેશે. અહીં તમને જિયો સેલિબ્રેશન પેક જોવા મળશે. ત્યાં જ યુઝર્સ માટે એક્સપાયરી ડેટ સાથે 2જીબી ડેટા વિશે જાણકારી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જિયો ટેલિકોમ માર્કેટમાં બે વર્ષ પૂર્ણ થવાના અવસરે પોતાના યુઝર્સ માટે એક ખાસ ઑફર લઇને આવ્યું છે. ઑફર હેઠળ કંપની પોતાના ગ્રાહકોને Dairy Milk ચોકલેટ સાથે 1જીબી 4જી ડેટા ફ્રી આપી રહી છ. તેના માટે ગ્રાહકોએ ઓછામાં ઓછી 5 રૂપિયાની Dairy Milk ચોકલેટ ખરીદવી પડશે. ઑફરનો લાભ લેવા માટે યુઝરે ચોકલેટના રેપર પરનો બારકોડ સ્કેન કરવો પડશે.

સૌપ્રથમ માય જિયો એપ ઓપન કરો. માય જિયો એપમાં Dairy Milk ડેટા ઑફર માટે એક પેજ બનેલું છે. ત્યાં પાર્ટિસિપેચ નાઉ પર ક્લિક કરો. તે પછી એક નવું પેજ ઓપન થશે જેના પર ગ્રાહકોએ ફક્ત રેપરનો બારકોડ સ્કેન કરવાનો રહેશે. સ્કેન કર્યાના 7થી 8 દિવસોમાં તમને 1જીબી ફ્રી ડેટા આપવામાં આવશે. માય જિયો એકાઉન્ટમાં તમારો 1જીબી ફ્રી ડેટા એડ કરી દેવામાં આવશે. આ ઑફર 30 સપ્ટેમ્બર સુધી માન્ય છે.

Related posts

સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ

Pravin Makwana

મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા

Pravin Makwana

મુસાફરો માટે સુવિધા: ટ્રેનોમાં પણ મળશે હવે WiFiની સુવિધા, રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસમાં ઉઠાવી શકશો આનંદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!