GSTV

ફાયદાની વાત/ Jioએ બદલી નાંખ્યો છે પોતાનો આ સૌથી પોપ્યુલર રિચાર્જ પ્લાન, હવે FREE મળશે 15GB ડેટા

jio

Jio Special Plans: Reliance Jioએ પોતાના 222 રૂપિયા વાળા પોપ્યુલર પ્રીપેડ પ્લાનમાં મોટો બદલાવ કર્યો છે. Jioએ આ રિચાર્જ પ્લાન આ વર્ષે જૂનમાં એડ-ઑન પેક તરીકે લોન્ચ કર્યો હતો, જે Disney+ Hotstar VIPના ફ્રી યરલી સબ્સ્ક્રીપ્શન સાથે આવે છે.

Jioના આ પ્લાનમાં ફ્રી મળશે Hotstarનું સબસ્ક્રીપ્શન

jio

Jioએ પોતાના આ રિચાર્જ પ્લાનને 33 રૂપિયા મોંઘો કરી દીધો છે. હવે યુઝર્સને આ પ્લાન દ્વારા 222 રૂપિયાના બદલે 255 રૂપિયા ચુકવવા પડશે. આ પ્લાન પર કંપની Disney+ Hotstar VIPનુ યરલી સબસ્ક્રીપ્શન ફ્રી ઓફર કરી રહી છે. તેનો અર્થ એ છે કે આ પ્લાનને સબ્સ્ક્રાઇબ કરનાર યુઝર્સ ફ્રીમાં IPLની મજા માણી શકશે.

રિલાયન્સ Jioએ 222 રૂપિયાની કિંમત પર Disney+ Hotdtar VIP એડ ઓન પેકના હાલના એનુઅલ યુઝર્સ માટે લોન્ચ કર્યો હતો. Disney+ Hotstar VIP પેક્સ ફક્ત તાજેતરમાં જ લોન્ચ થયેલા પ્રીપેડ પ્લાન્સ પર મળી રહ્યું હતુ, તેવામાં Jioએ તે યુઝર્સને પણ ઓપ્શન આપ્યો હતો જે પહેલા એનુઅલ રિચાર્જ કરાવી ચુક્યા છે.

Free મળશે 15GB હાઇસ્પીડ ડેટા

MyJio એપમાં નવી પ્રાઇસ તેના સ્પેશિયલ ટેરિફ રૂપે દેખાડવામાં આવી રહી છે અને યુઝર્સ નવી કિંમત પર તેનાથી રિચાર્જ કરી શકાય છે. જિયોએ આ પ્રીપેડ પ્લાનમાં 15GB હાઇસ્પીડ અનલિમિટેડ ડેટા આપ્યો છે. આ ડેટા પૂરો થયા બાદ સ્પીડ ઘટીને 64kbps રહી જાય છે. આ પ્લાન યુઝરના વર્તમાન પ્લાનની વેલીડીટી સુધી માટે એડઓન છે અને તેની સાથે Disney+ Hotstar VIPનું 1 વર્ષનું ફ્રી સબ્સ્ક્રીપ્શન મળી રહ્યું છે.

કંપનીએ પોતાનો પ્રીપેડ પ્લાન સપ્ટેમ્બરમાં બાકીઓ માટે પણ સસ્પેન્ડ કરી દીધો. Jio પ્રાઇમ એક્સક્લૂઝિવ ટેરિફ વાઉચર્સ હવે 2399 રૂપિયા, 2121 રૂપિયા, 1699 રૂપિયા, 999 રૂપિયા, 599 રૂપિયા, 599 રૂપિયા, 555 રૂપિયા અને 444 રૂપિયા પર પણ એપ્લિકેબલ છે. જો તમે પણ Disney+ Hotstar VIPનું સબ્સ્ક્રીપ્શન ઇચ્છતા હોય તો તમે 255 રૂપિયાના પ્લાનનો લાભ લઇ શકો છો.

Read Also

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!